Gujarat Exclusive > દેશ-વિદેશ > યૂપીમાં કોરોનાનો કહેર: 24 કલાકમાં 30 હજારથી વધારે કેસ, 290 લોકોના મોત

યૂપીમાં કોરોનાનો કહેર: 24 કલાકમાં 30 હજારથી વધારે કેસ, 290 લોકોના મોત

0
38

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના નવા દર્દીઓ સામે આવવાની સાથે જ લોકોની કોરોનાથી જીવ પણ જઈ રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 30983 નવા કેસ સામે આવ્યા છે. લખનઉમાં રવિવારે 3342 કેસ આવ્યા, 5417 ડિસ્ચાર્જ થયા. પાછલા 24 કલાકમાં યૂપીમાં કુલ 36650 ડિસ્ચાર્જ થયા છે. યૂપીના નોએડા, ગાજિયાબાદ, સહારનપુરમાં ખુબ જ ઝડપી રીતે કેસ વધી રહ્યાં છે.

પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 290 દર્દીઓના જીવ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી 41362046 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી 1313361 સેમ્પલ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 295752 થઈ ગઈ છે. પાછળા 24 કલાકમાં કોરોનાના કારણે લખનઉમાં 25, કાનપુર, ગાજિયાબાદમાં 20 દર્દીઓના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાથી 13162 લોકોના મોત થઈ ચૂક્યા છે.

તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આંતરાષ્ટ્રીય બસ સેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અવરજવર ન્યૂનતમ હોય તે માટે આંતરાષ્ટ્રીય બસ સેવાને તત્કાલ સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર સેવાથી અવરજવર કરનારા યાત્રીઓ માટે કોવિડ નેગિટિવ રિપોર્ટ ફરજિયાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat