Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘અનલૉક’ ભારતમાં કોરોના બેકાબુ, 11 દિવસમાં નવા 1 લાખ કેસ નોંધાયા

‘અનલૉક’ ભારતમાં કોરોના બેકાબુ, 11 દિવસમાં નવા 1 લાખ કેસ નોંધાયા

0
441

• 30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ
• જૂનના 11 દિવસમાં 2800 લોકોને ભરખી ગયો કોરોના
• કોરોના રિકવરી રેટ અન્ય દેશોની તુલનામાં સારો

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહે છે. કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે સરકારના સતત પ્રયત્નો છતાં દેશમાં સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અઢી મહિનાના લાંબા લૉકડાઉન બાદ હવે સરકારે ધીમે-ધીમે અનલૉક કરીને છૂટ આપી છે, ત્યારે કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે.

ભારતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. જેને 1 લાખ સુધી પહોંચવામાં 120 દિવસ થયા. જ્યારે જૂનમાં અનલૉક જાહેર થયાને 11 દિવસની અંદર જ 1 લાખ જેટલા કેસો સામે આવી ચૂક્યાં છે. હાલની તારીખમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.90 લાખ ઉપર પહોંચી ચૂકી છે. જેમાંથી 1.39 લાખ એક્ટિવ કેસ છે, જ્યારે 8200 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ થયું ત્યારે કેટલા કેસ?
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં સામે આવ્યો હતો. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં વધુ 2 કેસ નોંધાયા અને માર્ચ શરૂ થતાં દેશમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ થઈ ગયા. દેશમાં જ્યારે 24 માર્ચે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી, ત્યારે અહીં 536 પોઝિટિવ કેસ હતા. લૉકડાઉનમાં તમામ પ્રકારના પ્રતિબંધ છતાં કોરોના પર કંટ્રોલ કરી શકાયો નથી. જ્યારે 31-મેના રોજ લૉકડાઉન-4 સમાપ્ત થયું, ત્યારે દેશમાં કોરોનાના 1.90 લાખ કેસો સામે આવી ચૂક્યા હતા.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય મંત્રાલયના સર્વેમાં ખુલાસો, ભારતમાં હજુ કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં

દેશ ‘અનલૉક’ અને કોરોના બેકાબૂ
1-જૂનથી દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે અનલૉક-1 લાગૂ કરવામાં આવ્યું જેમાં રેલવે અને બસો દોડવા લાગી અને બજારો ફરીથી ધમધમવા લાગ્યા. આ સાથે જ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યુ અને જૂનના 11-દિવસોમાં જ કોરોનાના એક લાખ કેસ સામે આવ્યા.

વર્લ્ડઓમીટર સાઈટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 11 જૂન રાત્રે 8 વાગ્યે 2,90,481 કેસ હતા. જ્યારે 31-મેના રોજ 1.90 લાખ જેટલા કેસ હતા. આ રીતે દેશમાં માત્ર 11 દિવસોમાં જ નવા એક લાખ કોરોના પોઝિટિવ કેસો ઉમેરાયા છે.

જૂનમાં કોરોનાની કેવી સ્થિતિ?
ભારતમાં જૂન મહિનામાં જ જીવલેણ કોરોના વાઈરસ 2800 લોકોને ભરખી ચૂક્યો છે. દેશમાં 31-મે સુધી કોરોનાના કારણે 5408 લોકોના મરણ નોંધાયા હતા. જ્યારે 11-જૂને મૃતકોની સંખ્યા 8200ને પાર કરી ચૂકી છે. દેશમાં ડેથ રેટ દર 10 લાખની વસ્તીએ 6 છે. જે અન્ય દેશોની સરખામણીએ ઓછો છે.

ભારતમાં રિકવરી રેટ અને ડેથ રેટ
ભારતમાં કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ સારો છે અને ડેથ રેટ પણ ઘણો ઓછો છે. દેશમાં અત્યાર સુધી 1.43 લાખ લોકો આ વાઈરસને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, દેશમાં કોરોનાનો રિકવરી રેટ 50 ટકા જેટલો કહી શકાય.

ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, LoC પાર પાકિસ્તાનની અનેક ચોકીઓ ઉડાવી