Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાથી મહાવિનાશના મુખમાં ધકેલાઈ રહ્યું છે સુપરપાવર, ન્યૂયોર્કમાં હાલત બેકાબૂ

કોરોનાથી મહાવિનાશના મુખમાં ધકેલાઈ રહ્યું છે સુપરપાવર, ન્યૂયોર્કમાં હાલત બેકાબૂ

0
1175

ન્યૂયોર્ક: કોરોના વાઈરસના પગલે અમેરિકામાં પણ ચોતરફ હાહાકાર મચ્યો છે. દરરોજ સેંકડોની સંખ્યામાં કોરોના પોઝિટિવના નવા કેસો સામે આવી રહ્યાં છે. ન્યૂયોર્કમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. અહીં શહેરમાં 30 હજારથી વધુ દર્દીઓ છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યામાં બમણો વધારે થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અહીં અગામી થોડા દિવસોમાં સેંકડો લોકો મોતને ભેટી શકે છે. આવામાં કોરોના વાઈરસથી થતી મોતોના પગલે મૃતદેહોને અલગ જગ્યા ફાળવવાની વિચારણા ચાલી રહી છે.

રિપોર્ટ્સ મુજબ, ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફ્રિજરેટેડ ટ્રક પર મુર્દાઘર બનાવવામાં આવી રહ્યાં છે. અહીંના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, સ્થિતિ બેકાબૂ બની રહી છે. ન્યુયોર્કમાં પહેલાથી જ ઈમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવી છે. આજ પ્રકારે કામચલાઉ મુર્દાઘર 9/11 હુમલા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસથી મોત બાદ મૃતદેહોને અલગ મોર્જમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી આગળ તેનો ચેપ ના ફેલાય. ભારતમાં પણ કોરોનાથી મોત બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવતું. ભારતમાં પણ મૃતદેહોના નીકાલ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ન્યુયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આજ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટેડ ટ્રન્ક તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનો મોત થઈ ચૂક્યા છે. કહેવાય છે કે, ન્યૂયોર્કમાં આગામી દિવસોમાં વેન્ટિલેટરની પણ અછત સર્જાઈ શકે છે. અમેરિકામાં 20 ટકાથી વધુ દર્દીઓ ICUમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 80 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર છે.

શું ન્યૂયોર્ક બીજું વુહાન બની જશે?
બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી કહેવામાં આવ્યું છે કે, અમેરિકા સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આજ શહેરમાં થઈ શકે છે. ન્યૂયોર્કની વસ્તી અંદાજે 80 લાખ છે. ગત દિવસોમાં અહીં કોરોના વાઈરસના ચેપના કારણે 150થી વધુ લોકો મોતને ભેટ્યા છે. નવા આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં અમેરિકામાં 65 હજાર લોકો કોરોના વાઈરસનો શિકાર બની ચૂક્યા છે.

લૉકડાઉને વધારી લોકોના ખોરાક-પાણીની ચિંતા, અમદાવાદમાં અનેક લોકો અટવાયા