Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો કહેર, સૌરાષ્ટ્રના આ ગામમાં 20 દિવસમાં 90ના મોત

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો કહેર, સૌરાષ્ટ્રના આ ગામમાં 20 દિવસમાં 90ના મોત

0
18

રાજકોટ: કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ કહેર મચાવી રહ્યો છે. ગુજરાતના પણ ગામડાઓમાં કોરોનાના કારણે ગંભીર સ્થિતિ બની છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવી દીધો છે, જ્યારે ગામડાઓ સ્વયંભુ બંધ પાળી રહ્યાં છે. આમ છતાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ દિન-પ્રતિદિન વણસતી જઈ રહી છે. Corona Outbreak

ગુજરાતના 33 જિલ્લાઓના 18,000 ગામોમાં ઑક્સિજન, આઈસીયુ બેડ અને અન્ય મેડિકલ ઈક્વિપમેન્ટ સાથે ડૉક્ટરો અને હેલ્થ વર્કરોને પણ કમી જોવા મળી રહી છે.

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ, 13,000ની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લાના ચોગઠ ગામમાં છેલ્લા 20 દિવસોમાં કોરોના 90 લોકોને ભરખી ચૂક્યો છે. ચોગઠ ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાવનારા નિવૃત શિક્ષક ગિરજાશંકરે દાવો કર્યો છે કે, છેલ્લા 20 દિવસોમાં આ ગામના 90 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. એવો એક પણ દિવસ નહીં હોય, ત્યારે સ્મશાનમાં ચિતાઓ સળગી ના હોય.

આ પણ વાંચો:  સુરતમાં નબળો પડી રહ્યો છે કોરોના, રિકવરી રેટ વધતા હોસ્પિટલોમાં સ્થિતિ સુધરી Corona Outbreak

ચોગઠ ગામમાં મૃત્યુઆંક વધવાના કારણે હવે ગ્રામજનો દ્વારા પહેલ કરીને લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બર્ણવાલે આ વાતનો ઈનકાર કર્યો છે કે, છેલ્લા 20 દિવસમાં ગામના 90 લોકોના મોત થયા છે.

વરુણ બર્ણવાલના જણાવ્યા મુજબ, 8 ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોને મોકલવામાં આવી છે. આ સિવાય ગામમાં કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે વધુમાં વધુ લોકોનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. Corona Outbreak

અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 મેના રોજ 14,000થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોને આગ્રહ કર્યો છે કે, તેઓ પોતાના ગામમાં કોરોના પોઝિટિવ કેસો ઓછા કરવા માટે 15 દિવસનું લૉકડાઉન લગાવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat