Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, સુરત બન્યું નવું હોટસ્પોટ

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, સુરત બન્યું નવું હોટસ્પોટ

0
365

• કોરોનાએ કરવટ બદલી
• પ્રથમ વખત અમદાવાદ કરતાં સુરતમાં વધુ કેસ
• કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે 104 દિવસ બાદ અમદાવાદ બીજા ક્રમે

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જો કે હવે કોરોના વાઈરસે હોટસ્પોટ શહેર બદલી નાંખ્યું છે. અમદાવાદની જગ્યાએ સુરત નવું હોટ સ્ટોપ તરીકે સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: બેંકથી લઈને ATM ટ્રાન્જેક્શન સુધી, આજથી આ નિયમો બદલાયા

જો ગઈકાલની જ વાત કરીએ તો, રાજ્યમાં પ્રથમ વખત એવું થયું જ્યારે એક જ દિવસમાં અમદાવાદ કરતાં સુરતમાં વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય. સોમવારે રાજ્યમાં નવા 620 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદથી 197 કેસ અને સુરતથી 199 કેસ સામે આવ્યા હતા.

જૂન-તારીખ નવા કેસ અમદાવાદ નવા કેસ સુરત
19 312 116
20 306 106
21 273 172
22 314 133
23 235 175
24 215 172
25 238 164
26 219 182
27 211 184
28 211 182
29 236 206
30 197 199

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવતા હતા. જો કે છેલ્લા એકાદ અઠવાડિયાથી અમદાવાદમાં ધીમે-ધીમે પોઝિટિવ કેસો ઘટી રહ્યા છે. જ્યારે પહેલાની સરખામણીમાં સુરતમાં નવા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, સુરતમાં છેલ્લા 12 દિવસથી કોરોનાના 100થી વધુ નવા કેસો નોંધાતા હતા. જો કે છેલ્લા 2 દિવસથી 200 જેટલા નવા કેસો સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુરતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 4800 પર પહોંચી ચૂકી છે. ડાયમન્ડ સિટીમાં કોરોનાનું સંક્રમણ સતત વધવાના કારણે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ માર્કેટમાં ફરીથી લૉકડાઉન લાગૂ કરવાની ફરજ પડી છે.

ચીનને મોટો ફટકો, હવે અમેરિકાએ બે ચાઈનીઝ કંપનીઓને દેશ માટે જોખમી ગણાવી