Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સંકટ: દેશમાં સૌથી ઉંચા 4.1% મૃત્યુદર સાથે અમદાવાદ અવ્વલ

કોરોના સંકટ: દેશમાં સૌથી ઉંચા 4.1% મૃત્યુદર સાથે અમદાવાદ અવ્વલ

0
126
  • દેશના 6 મુખ્ય શહેરોના મૃત્યુદરનો આંકડો ચોંકાવનારો, અમદાવાદ ‘ડેથ સિટી’ બનવા ભણી
  • મુંબઈ 3.9 ટકા  મૃત્યુદર સાથે બીજા ક્રમે, બેંગલુરુ છઠ્ઠા ક્રમો 

અમદાવાદ: દિવાળી બાદ ઠંડીના ચમકારા સાથે જ રાજ્યભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં (Corona Cases) ઝડપથી વધારો થઈ રહ્યો છે. એમાંય અમદાવાદમાં દરરોજ કોરોનાના વધતા જતાં પોઝિટિવ કેસોએ (Ahmedabad Corona Cases) તંત્રની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણની શરૂઆતમાં અમદાવાદમાં જેવી સ્થિતિ હતી, તેવી સ્થિતિ (Corona Outbreak In Ahmedabad) ફરીથી સર્જાવા જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

કોરોનાના શરૂઆતના કાળમાં શહેરની સ્થિતિ (Corona Outbreak In Ahmedabad) ખૂબ જ કફોડી હતી. દરરોજ નવા કેસો અને વધારે મોતના કારણે અમદાવાદ “ડેથ સિટી” (Ahmedabad Death City) તરીકે ઓળખાવા લાગ્યું હતું. જો કે હવે ફરી એક વખત અમદાવાદમાં કોરોનાથી થતા મૃત્યુદરે (Ahmedabad Corona Death Rate) સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

હકીકતમાં દેશના 6 મુખ્ય શહેરોના મૃત્યુદરનો આંકડો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad Corona Death Rate) 4.1 ટકા મૃત્યુદર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે બીજા સ્થાને 3.9 ટકા મૃત્યુદર સાથે મુંબઈનો નંબર આવે છે. આજ રીતે કોલકતા 2.5 ટકા, ચેન્નઈ 1.8 ટકા, દિલ્હી 1.6 ટકા સાથે ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમ પર આવે છે. જ્યારે સૌથી ઓછા 1.1 ટકા મૃત્યુદર સાથે બેંગલુરુ છઠ્ઠા નંબર પર આવે છે.

આ પણ વાંચો: અમિત શાહનું આદિવાસીના ઘરે ભોજન નર્યો ઢોંગ, 5 સ્ટાર હોટલથી મંગાવ્યું ફૂડ: મમતા

જો આંકડા પર નજર નાંખીએ તો, અમદાવાદ શહેર અને જિલ્લામાં (Corona Outbreak In Ahmedabad) મળીને અત્યાર સુધીમાં કોરોનાના કુલ 47,309 કેસ સામે આવ્યા છે. જેની સામે 1968 દર્દીઓ મોતને ભેટ્યાં છે. જ્યારે મુંબઈમાં કુલ 2,75,714 કેસ સામે 10,675 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ રીતે કોલકતામાં 99,909 કેસ સામે 2505 દર્દીઓને કોરોના ભરખી ચૂક્યો છે. આવી જ સ્થિતિ અન્ય 3 શહેરોની છે.

આમ અમદાવાદમાં (Ahmedabad Corona Death Rate) મૃત્યુદર 4.1 ટકા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. એમાંય છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ (Corona Outbreak In Ahmedabad) જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સ્થિતિ ક્યારે સુધરે? તે જોવું રહ્યું.