Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે તો લોકોને મર્યા પછી પણ લાઈનમાં ઉભુ રહેવું પડી રહ્યું છે

હવે તો લોકોને મર્યા પછી પણ લાઈનમાં ઉભુ રહેવું પડી રહ્યું છે

0
54

દિલ્હી સહિત કોરોનાથી થઈ રહેલા મોતનો આંકડો પ્રતિદિવસ વધી રહ્યાં છે. તેવામાં સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા અને સ્મશાનગૃહોના આંકડાઓ મેચ થઈ રહ્યાં નથી. આ વચ્ચે દિલ્હીમાં સ્થિતિ વધારે જ ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. દિલ્હી સરકાર મોતના આંકડા 300થી 400 વચ્ચે બતાવી રહી છે કે, દિલ્હી નગર નિગમનો આંકડો 700ને પાર થઈ ગઈ છે. દિલ્હી સ્મશાનગૃહોમાં લાશોની લાંબી લાઈનો લાગી રહી છે. એક તરફ જીવતા લોકો હોસ્પિટલો બહાર બેડ માટે લાઈનો લગાવી રહ્યાં છે તો બીજી તરફ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાવવા માટે સ્મશાનગૃહો બહાર લાઈનો લાગી રહી છે. એક મૃતદેહને પોતાના અંતિમ સંસ્કાર માટે ઓછામાં ઓછા 10 કલાકની રાહ જોવી પડી રહી છે.

સ્થિતિ એવી બની ગઈ છે કે, હવે તો જાનવરોના સ્મમશાનગૃહોમાં માણસોનું અંતિમ સંસ્કાર કરવાનું શરૂ થઈ ગયું છે. દક્ષિણ દિલ્હી નગર નિગમના દ્વારકા સેક્ટર-29માં શ્વાનોના સ્મશાનગૃહનો ઉપયોગ હવે માણસોના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ત્રાસદી પર ઉત્તરી દિલ્હીના મેયર જય પ્રકાશ કહે છે કે, સીએનજી ગૃહોમાં મૃતદેહો સળગવામાં ખુબ જ વાર લાગી રહી છે, કારણ કે એક શબને સળગાવ્યા પછી તેની અસ્થિઓ નિકાળ્યા પછી બીજા મૃતદેહને નાંખવામાં આવે છે, તેથી વાર લાગી રહી છે. જ્યારે દક્ષિણ દિલ્હીના મેયર અનામિકા સિંહનું કહેવું છે કે, કોરોના મહામારી પ્રથમ વખત આવી છે, તેથી હાલના સમમાં નિગમ પોતાની તરફથી કોશિશ તો કરી રહ્યું છે પરંતુ ક્યાંક-ક્યાક મૃતદેહોને સળગાવવામાં રાહ જોવી પડી રહી છે.

તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં નગર નિગમના દાવાઓથી ઉલ્ટૂ સ્મશાનો પર અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે. એક તરફ પ્રતિદિવસ મરનારાઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ લોકો પોલીસને ભરોસે લાશો છોડીને પોતાના ઘરોમાં બંધ થઈ રહ્યાં છે. કોરોનાથી મોત પછી સંબંધો પણ હાંસિયા પર ધકેલાઇ રહ્યાં છે. લોકો પોતાની બધી જ ફરજો ભૂલીને મૃતદેહોને લાવારિશ છોડીને પોતાનો જીવ બચાવી રહ્યાં છે.

દક્ષિણ નિગમે પ્રથમ વખત દ્વારકા સેક્ટર 29માં કુતરાઓ માટે સ્મશાન ઘાટ બનાવ્યો હતો પરંતુ હવે તે ઘાટ માનવજાતના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહી 50 મશાન બનાવવામાં આવી રહ્યાં છે, જેથી મૃતદેહોની લાઈનો ઓછી કરી શકાય અને જ્યાં ઝડપીમાં ઝડપી કોવિડ ડેડબોડીને સળગાવીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat