Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘માસ્ક પહેરો..!’ ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ ‘એપી સ્ટ્રેન’, 15 ગણો વધુ ખતરનાક

‘માસ્ક પહેરો..!’ ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ ‘એપી સ્ટ્રેન’, 15 ગણો વધુ ખતરનાક

0
87

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. આ દરમિયાન કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ “એપી સ્ટ્રેઈન” સામે આવ્યો છે. આ વેરિઅન્ટ આંધ્ર પ્રદેશના કુરનુલમાંથી મળી આવ્યો છે, જે 15 ગણો વધારે સંક્રામક (ચેપી) છે. એટલે કે, તે પહેલાની સરખામણીમાં 15 ગણો વધી ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. જેના કારણે 3 થી 4 દિવસમાં જ લોકો બીમાર થઈ રહ્યાં છે. Corona AP Strain

વૈજ્ઞાનિક ભાષામાં “એપી સ્ટ્રેઈન”ને N440K વેરિઅન્ચ નામ આપવામાં આવી રહ્યું છે. જેની શોધ સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મૉલિક્યૂલર બાયોલૉજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ કરી છે. આ વેરિઅન્ટ B1.617 અને B1.618 વેરિઅન્ટ કરતા વધુ શક્તિશાળી છે. પ્રથમ કોરોના લહેર જેવી સ્થિતિ નથી. આ વખતે નવા વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યાં છે.

એવું કહેવાય છે કે, કોરોના વાઈરસનો નવો એપી સ્ટ્રેઈન વેરિઅન્ટ જલ્દી ડેવલોપ થઈ રહ્યો છે. જેનું ઈન્ક્યૂબેશન પીરિયડ અને બીમારી ફેલાવવાની સમયસીમા ઓછી છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને વધુમાં વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેઈનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસમાં જ ગંભીર સ્થિતિમાં પહોંચી રહ્યાં છે. આ વેરિએન્ટને લઈને હવે વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે.

આ પણ વાંચો:  ગર્લફ્રેન્ડની નજરોમાં હીરો બનવાની લ્હાય પ્રેમી બન્યો ચોર, વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઝડપ્યો Corona AP Strain

આ અંગે વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી વિનયચંદના જણાવ્યા મુજબ, CCMBમાં હાલના સમયમાં અનેક વેરિઅન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ક્યો વેરિઅન્ટ કેટલો ખતરનાક છે? એ તો CCMBના વૈજ્ઞાનિક જ જણાવી શકશે. જો કે એ પણ સાચી વાત છે કે, નવો સ્ટ્રેઈન મળ્યો છે. તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

નવો વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી યુવાનોને ટાર્ગેટ કરી રહ્યો છે. આ વેરિઅન્ટ એવા લોકોને પણ નથી છોડી રહ્યો, જે પોતાની ફિટનેશનું ખૂબ જ ધ્યાન રાખે છે. જેમની ઈમ્યુનિટી ખૂબ જ મજબૂત છે, તેઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. Corona AP Strain

આથી આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે, સારા માસ્ક પહેરવા, હાથોને નિયમિત ધોતા રહેવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું જરૂરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat