Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીમાં અમદાવાદનું કોઇ નથી

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીમાં અમદાવાદનું કોઇ નથી

0
221

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દી પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું. બ્રિટનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ચારેય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચારમાંથી કોઇ દર્દી અમદાવાદનું નથી. Corona New Strain in Gujarat

અમદાવાદ SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. તંત્ર તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યુ છે. આ ચાર દર્દીઓમાં એક આણંદનું દંપત્તિ છે, એક ભરૂચ અને એક દીવનો દર્દી છે. ભરૂચનો દર્દી બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે.  Corona New Strain in Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 13 લોકોના સેમ્પલ પૂણે વાયરોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલ્યા હતા, જેમાંથી 5 દર્દીના પરિણામ પોઝિટિવ આવ્યા હતા.જેમાંથી એક વ્યક્તિમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો નથી. જ્યારે 8 લોકોના પરિણામ આવવાના બાકી છે. મહત્વપૂર્ણ છે કે 23 તારીખે 175 મુસાફર લંડનથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા હતા. પૂણે વાયરોલોજીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ

કોરોનાના નવા સ્ટ્રેનને લઇ તંત્ર એલર્ટ

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ પર ડૉક્ટર અને આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારના સંપર્કમાં છે.  Corona New Strain in Gujarat

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9