Gujarat Exclusive > દેશ-વિદેશ > ફરી દેશમાં કોરોનાનો કેર: 24 કલાકમાં દેશમાં 16 હજારથી વધુ કેસ, 113 લોકોના મોત

ફરી દેશમાં કોરોનાનો કેર: 24 કલાકમાં દેશમાં 16 હજારથી વધુ કેસ, 113 લોકોના મોત

0
69

નવી દિલ્હી: દેશભરમાં 5 મોટા રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દેશના પાટનગર દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યમાંથી દેશભરમાં લગભગ 74 ટકા કોરોનાના કેસ નોંધાયા છે. દિલ્હીમાં પણ કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,488 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 113 લોકોએ આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 12771 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,10,79,979 કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ સ્વસ્થ થનારાઓની સંખ્યા 1,07,63,451 છે. સક્રિય કેસની વાત કરીએ તો દેશમાં હજુ પણ કોરોનાના 1,59,590 સક્રિય કેસ છે. કોરોનાથી બચવા માટે 1,42,42,547 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચુકી છે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 0.41 ટકા સુધી પહોચી ગયો છે, જે એક મહિનામાં સૌથી વધુ છે. દિલ્હીમાં 26 ફેબ્રુઆરીથી 1 ફેબ્રુઆરીએ સૌથી વધુ 1265 કોરોનાના એક્ટિવ દર્દી દિલ્હીમાં દર્જ થયા હતા. બીજી તરફ દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 256 નવા કેસ સામે આવ્યા છે અને 1 દર્દીનું મોત થયુ છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 450થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના 460 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 2,69031 થઇ ગઇ છે.24 કલાકમાં 315 દર્દીને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ પણ વીજળી કેમ મોંઘી?

31 માર્ચ સુધી કોરોનાની ગાઇડલાઇન વધારવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસને રોકવા માટે લાગુ ગાઇડલાઇન્સને આગળ વધારી દીધી છે. દેશભરમાં હવે COVID-19 સાથે જોડાયેલા દિશા નિર્દેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પણ 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat