સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન સવારે દવા લોન્ચ કરશે
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના ખાતમા માટેની દવા 2ડીજી (Corona Medicine 2DG)બની ગઇ છે. તેના 10,000 ડોઝ તૈયાર થઇ ગયા છે. DRDO દ્વારા વિક્સિત એન્ટી કોરોના દવા 2DGનુ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન આજે તેને લોન્ચ કરશે. આ દવા ડિસ્પિરીનની જેમ પાણીમાં ઓગાળીને લેવાની છે.
કોરોના મહામારી સામે દેશ અને દેશવાસીઓનો જંગ જારી છે. ત્યારે સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)દ્વ્રારા નિર્માણ પામેલી કોરોના નાશક દવાના પ્રથમ જથ્થાને આજે સવારે સંગઠનના વડામથકે બંને કેન્દ્રીય મંત્રી સવારે 10.30 કલારે લોન્ચ કરશે. કોરોનાના જોખમને જોતા ડીસીજીઆઇએ આ દવાના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચોઃ કોરોનાના પગલે UPSCની 27 જૂને યોજાનારી પ્રીલિમ્સ એક્ઝામ સ્થગિત, નવી તારીખ જાહેર
DCGI તરફથી ઇમરજન્સી મંજૂરી મળી ગઇ
સૂત્રોના જણાવ્યા મુજબ હૈદરાબાદની ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીમાં આ દવાના 10 હજાર ડોઝ બનાવવામાં આવ્યા છે. લોન્ચિંગ બાદ એક બે દિવસમાં દર્દીઓને મળવા લાગશે. સંરક્ષણ મંત્રાલયે આ મહિનાના પ્રારંભમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના મધ્યમ અને ગંભીર લક્ષણવાળા દર્દીઓ પર આ દવાના ઇમરજન્સી ઉપયોગની ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા ( (DCGI)તરફથી મંજૂરી મળી ગઇ છે.
દવા બાદ ઓક્સિજન માટે નિર્રભરતા ઘટશે
સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે કોવિ-ડ-19ની બીજી લહેરને કારણે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડી રહી છે. આ દવા સામાન્યથી લઇ ગંભીર દર્દીઓને આપી શકાય છે. 2-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ દવા (Corona Medicine 2DG)દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ કરશે અને તેનાથી ઓક્સિજન માટેની નિર્ભરતા પણ ઓછી થશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કેસ ઘટી રહ્યા છે. પરંતુ મૃત્યુઆંક હજુ પણ દૈનિક 4 હજારની ઉપર છે.
કઇ રીતે લેવાની આ દવા
કોરોના સામેના જંગમાં ડીઆરડીઓ દર્દીઓ માટે નવું કિરણ લઇને આવ્યું છે. 2ડીજી દવા એવા સમયમાં આવી છે, જ્યારે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક વધી રહ્યું છે. ઓક્સિજનની દેશભરમાં અછત વર્તાઇ રહી છે અને ત્રીજી લહેરની વાત થઇ રહી છે. સરકાર ભારે તણાવમાં છે. આ દવા (Corona Medicine 2DG) પાઉડર સ્વરુપે છે અને તેને પાણીમાં ઓગાળીને લેવાની છે.