Gujarat Exclusive > દેશ-વિદેશ > હોસ્પિટલે ડોક્યુમેન્ટ લેવામાં કલાકો કાઢતા પૂર્વ રાજદૂતે કારમાં જ તોડી દીધો દમ

હોસ્પિટલે ડોક્યુમેન્ટ લેવામાં કલાકો કાઢતા પૂર્વ રાજદૂતે કારમાં જ તોડી દીધો દમ

0
66

કોરોના મહામારી સામે સિસ્ટમની પોલ ખુલી ગઈ છે. આ ભયાનક સ્થિતિથી તે લોકો પણ બચી શક્યા નથી, જેઓ મોટા પદો ઉપર છે અને સારો એવો રાજકીય, પ્રશાસનિક દરજ્જો ધરાવે છે. અનેક દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અશોક અમરોહીએ પણ હોસ્પિટલ બહાર કારમાં જ દમ તોડી દીધો. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલ બહાર લગભગ પાંચ કલાક સુધી તેઓ કાર પાર્કિંગમાં જ બેડ માટે રાહ જોતા રહ્યાં. હોસ્પિટલ બહાર તેમના પરિજનોના લોકોને ડોક્યુમેન્ટની કાર્યવાહીમાં વ્યસ્ત રાખવામાં આવ્યા.

અમરોહીના મોત પછી વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વિટ કર્યું. તેમને લખ્યું, “તેઓ મારા સારા મિત્ર હતા. તેમને બ્રૂનેઈ, મોઝામ્બિયા અને અલ્ઝીરિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.” અલ્ઝિરિયામાં ભારતીય દૂતાવાસ ઉપરાંત અનેક દેશોએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યો છે. કતારે પણ અમરોહીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ત્યાં રહેનારા ભારતીયોમાં તેઓ ખુબ જ લોકપ્રિય હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પત્નીએ જણાવ્યું કે, અમરોહી પાછલા અઠવાડિયે બિમાર પડ્યા હતા. તેમની સ્થિતિ ખરાબ થતા ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. પરિવારને હોસ્પિટલ જણાવ્યું કે, રાતના 8 વાગ્યા સુધીમાં બેડ ખાલી થઈ શકશે. તેમને જણાવ્યું કે, અમને બેડ નંબર પણ મળી ગયો હતો. અમે 7.30 વાગ્યા જેવા ત્યાં ગયા તો કહેવામાં આવ્યું તો પહેલા ટેસ્ટ કરવામાં આવશે. તેથી અમને દોઢ કલાકની રાહ જોવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન તેઓ કારની આગળની સીટ પર જ બેસેલા રહ્યાં હતા.

પત્ની યામિની અમરોહીએ જણાવ્યું કે, ‘પુત્ર તેમને એડમિટ કરાવવા માટે લાઈનમાં ઉભો રહ્યો પરંતુ પ્રોસેસમાં ખુબ જ વાર લાગી રહી હતી. હું ત્યાં ત્રણ-ચાર વખત દોડીને ગઈ અને તે લોકોને કહ્યું કે, કોઈ તેમના ઉપર ધ્યાન આપે. તેમની સ્થિતિ બગડી રહી હતી. હું વારંવાર આ વિશે બધાને કહી રહી હતી. તેમની શ્વાસો ધીમી પડી રહી હતી. પરંતુ કોઈએ મદદ કરી નહીં. આ દરમિયાન તેઓ (અમરોહી) કારમાં જ રહ્યાં, ના તો વ્હીલ ચેર મળી ના સ્ટ્રેચર મળ્યું. તેમને કારની આગળની સીટ ઉપર જ દમ તોડી દીધો.’

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat