Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કોરોના વાયરસને માણસોમાં ઝડપી ફેલાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે?

શું કોરોના વાયરસને માણસોમાં ઝડપી ફેલાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે?

0
126

લંડન: વિજ્ઞાાનીઓનું કહેવું છે કે કોરોના વાઇરસને જો લેબમાં તૈયાર કરવામાં આવ્યો હોવાના પુરાવા નથી તો તે કુદરતી રીતે પેદા થયો હોવાના પુરાવા પણ હજી મળ્યા નથી. ચીનની કોરોના વાઇરસના ઉદભવ મામલે ભેદી ભૂમિકાને કારણે કોરોના વાઇરસ વિશે જાતજાતની થિયરીઓ સામે આવી રહી છે તેમાં હવે નેચર નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં એક નવી શંકા જાહેર કરવામાં આવી છે.

આ કોરોના વાઇરસને માણસોમાં વધારે ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોઇ શકે છે. કોરોના વાઇરસમાં ઘણાં અસામાન્ય લક્ષણો છે. તેમાં જેનેટિક સિકવન્સ સિગ્નલિંગનું પણ એક પાસું છે તેના કારણે કોરોના માનવનિર્મિત હોવાની શંકા જાય છે. તેમાં કોષમાં રહેલાં પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.

સામાન્ય રીતે આ પ્રકારના વાઇરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાઇરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. સિકવન્સ સિગ્નલિંગ ઉપરાંત વાઇરસની ફોરીન ક્લિવેજ સાઇટ પણ માનવનિર્મિત હોવાનું લાગે છે.

કેલિફોર્નિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના જણાવ્યા અનુસાર ફોરીન ક્લિવેજ સાઇટ એક એવો ગુણ છે જે વાઇરસને માનવકોષમાં પ્રવેશ કરી આપે છે. આ ફોરીન સાઇટ કોરોનાના સ્પાઇક પ્રોટીનમાં છે. ફોરીન સાઇટ અગાઉ પણ કોરોનામાં જોવા મળી હતી પણ કોવિડ-19માં એકસાથે આવા ગુણો એકસાથે એકત્ર થવાથી તે વધારે ચેપી બન્યો છે.

બીજી તરફ કોરોના વાઇરસ કુદરતી હોવાના પુરાવા પણ મળ્યા નથી. આ વાઇરસનો જિનોમ હોર્સ શુ જાતિના ચામાચિડિયાના જિનોમ સાથે 95 ટકા સામ્યતા ધરાવે છે. જો આ વાઇરસ ચામાચિડિયામાંથી માણસમાં ફેલાયો હોય તો તેનું પ્રમાણ વધારે હોવું જોઇએ.

તેથી જે વિજ્ઞાાનીઓ તેને કુદરતી માને છે તેમનું કહેવું છે કે તે બીજા કોઇ પ્રાણીમાંથી થઇને માણસમાં ફેલાયો છે. વિજ્ઞાાનીઓએ અત્યાર સુધીમાં 80,000 પ્રાણીઓના જિનોમને તપાસ્યા છે પણ આ પ્રાણી કયું છે તે જાણી શકાયું નથી.

દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ-ના અનામત ભંડોળમાં ધનિક દેશો તરફથી 100 બિલિયન ડોલરની પુનફાળવણી કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે જેથી જેમના પર વધારે આર્થિક જોખમ વધારે છે તેવા દેશોને કોરોના મહામારીમાંથી બેઠા કરવા માટે સહાય કરી શકાય. આઇએમએફ દ્વારા ગ્લોબલ પ્રવાહિતાને વધારવા માટે તેના સભ્ય દેશોને સૌથી વધારે મોટુ 650 બિલિયન ડોલરનું રિસોર્સ ઇન્જેકશન આપવાની તૈયારી કરી લેવામાં આવી છે.

દુનિયાના ગરીબ દેશોને કોરોના રસીના એક બિલિયન ડોઝ આપવા માટે જી સેવન દેશોના નેતાઓ વચન આપશે. જેમાંથી અડધા ડોઝ યુએસ અને 100 મિલિયન ડોઝ યુકે આપવાનું છે. કાર્બિજ બે રિસોર્ટમાં મળી રહેલાં જી સેવન દેશોના વડાઓ ગ્લોબલ ઇકોનોમીને ફરી જોમવંતી બનાવવાના પગલાં ભરશે એવી અપેક્ષા છે.

યુકેમાં લોકડાઉન હળવું થવાને પગલે હોસ્પિટાલિટી અને મનોરંજન ક્ષેત્ર ફરી ખૂલવાને પગલે ઇકોનોમીને વેગ મળ્યો છે. મેન્યુફેકચરિંગ અને બાંધકામ ક્ષેત્રમાં અનપેક્ષિત ઘટાડો થયો હોવા છતાં માર્ચ મહિનાથી જીડીપીમાં 2.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બ્રિટનની આંકડાકીય માહિતી આપતી કચેરીએ જણાવ્યું હતું કે બ્રિટન મહામારીના ઓછાયામાંથી બહાર આવી રહ્યું છે. સર્વે જણાવે છે કે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ વધારવા અને લોકો તેમની બચતોને વાપરવા માટે તૈયાર છે.

બીજી તરફ રશિયામાં શુક્રવારે કોરોનાના નવા 12,505 કેસો નોંધાવાને પગલે નવા કેસોની સંખ્યામાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જેમાંથી અડધા એટલે કે 5853 કેેસો માત્ર મોસ્કોમાં જ નોંધાયા હતા. જો કે મોસ્કોના મેયર સર્ગઇ સોબ્યાનિને આ સપ્તાહના આરંભે લોકડાઉન લાદવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

રશિયાના બીજા ક્રમના મોટા શહેર સેંટ પિટ્સબર્ગમાં પણ હોસ્પિટલોની નજીક એમ્બ્યુલન્સોની લાંબી લાઇનમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાતી જોવા મળી હતી. આવતા સપ્તાહે યુરોપિયન ચેમ્પિયનશિપની સંખ્યાબંધ સોકર મેચો શહેરમાં યોજાવાની છે. રશિયામાં કોરોનાના કુલ 5.2 મિલિયન કેસો નોંધાયા છે અને સવા લાખ લોકોના મહામારીમાં મોત થયા છે.

બીજી તરફ યુએસએમાં મોડર્નાએ તેની કોરોના રસીને બારથી સત્તર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી મેળવવા માટે એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. મોડર્નાએ આ રસીના ગયા મહિને 3732 કિશોરો પર કરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલના પરિણામો જાહેર કર્યા હતા જેમાં આ રસીના સિંગલ ડોઝની અસરકારકતા 93 ટકા જણાઇ હતી.

બીજી તરફ યુએસએમાં લાંબા સમય બાદ જાહેરમાં દેખા દેતાં કિશોરોના વર્તનમાં મોટો ફરક જોવા મળી રહ્યો છે. તેમની પર્સનલ સ્પેસ માટેની જરૂરિયાત અને સામાજિક વલણો બદલાઇ ગયા છે. કેટલાક લોકોેેને ટોળાંમાં ફરવું ગમે છે તો અન્ય લોકો દૂરથી જ હાથ હલાવીને અભિવાદન કરી સંતોષ માને છે.

આ સામાજિક સ્થિતિને સરળ બનાવવા માટે હવે ઇવેન્ટમાં લીલા, પીળા અને લાલ રંગના રિસ્ટબેન્ડ આપવામાં આવે છે. લીલા રિસ્ટબેન્ડ પહેરનારને ભેટવામાં વાંધો નથી પણ લાલ રંગના રિસ્ટબેન્ડ પહેરનારને સ્પર્શ કરવાનું પણ ગમતું નથી. આ રિસ્ટબેન્ડ અને સ્ટિકર્સ વૈકલ્પિક છે પણ તે લોકોમાં ભારે લોકપ્રિય બની રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat