Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની અસર: મુંબઈમાં લોકલ ટ્રેન બંધ, આજે છાપા પણ ના છપાયા

કોરોનાની અસર: મુંબઈમાં લોકલ ટ્રેન બંધ, આજે છાપા પણ ના છપાયા

0
533

મુંબઈ: કોરોના વાઈરસ સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યો છે અને તેની સૌથી વધુ અસર અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, ત્યારે રાજધાની મુંબઈમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. એવામાં લોકડાઉનના પગલે મુંબઈમાં અનેક સેવાઓ ઠપ્પ જોવા મળી રહી છે. આજે સોમવારે મુંબઈમાં એક પણ છાપુ છપાયું નથી, કારણ કે મુંબઈમાં કોરોના વાઈરસના પગલે લોકલ ટ્રેનો પર રોક લગાવી દેવામાં આવી છે. લોકડાઉના કારણે હૉકર્સને છાપા ઉઠાવવાની મનાઈ કરી દેવામાં આવી છે. આજ કારણે આજે કોઈ પણ છાપું છપાયું નથી. જો કે તમામ છાપાઓ ઓનલાઈન પર ઉપલબ્ધ રહેશે.

માયાનગરી મુંબઈમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. જેના પગલે રોડ પર એક સાથે 5 કે તેથી વધુ લોકો એકઠા થવા પર રોક લગાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વાઈરસના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના શહેરી વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે. જ્યારે મુંબઈમાં લૉકડાઉનને પગલે કેટલીક જરૂરી સેવાઓ થોડા દિવસો સુધી બંધ રહેશે. આ ઉપરાંત લોકલ ટ્રેન, ઈન્ટરસિટી ટ્રેન, મેટ્રો અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો સિવાય ઈન્ટર સ્ટેટ બસો પણ બંધ રહેશે.

જો કે આ દરમિયાન જરૂરી વસ્તુઓ જેમાં કરિયાણાનો સામાન, દૂધ અને શાકભાજી પૂરી પાડતી દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય બેંક પણ ખુલ્લી રહેશે. જો કે બેંક કર્મચારીઓની સંખ્યા 25 ટકા ઓછી રહેશે.

જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં અત્યાર સુધી 390 કોરોના વાઈરસ પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના દર્દીઓ સૌથી વધુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 74 નવા કેસો સામે આવી ચૂક્યા છે. જેમાં 5 દર્દીઓની સારવાર થઈ ચૂકી છે, જ્યારે 2 લોકો મોતને ભેટ્યા છે.

કોરોનાના ખતરાને પગલે સરકારે ખોલ્યો ખજાનો, PDSથી એક સાથે 6 મહિનાનું રાશન લઈ શકાશે