Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 626 નવા કેસ, કુલ મૃત્યુઆંક 1800ને પાર

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 626 નવા કેસ, કુલ મૃત્યુઆંક 1800ને પાર

0
317

અમદાવાદઃ રાજયમાં કોરોના વાયરસનાં કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સતત બે દિવસથી કોરોના વાયરસના 600થી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 626 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજયમાં કોરોના વાયરસથી 19 લોકોનાં મોત પણ થયા છે અને 440 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 32023 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1828 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23248 છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 6947 છે.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણી માટે ગુજરાત BJPનો માસ્ટર પ્લાનઃ 8 મંત્રીને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદ બાદ હવે સુરત કોરોનાનાં ભરડામાં

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાતા આજે સુરતમાં 206 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 185 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે.

આ સાથે જ સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4630 એ પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20716 એ પહોંચ્યો છે. સુરતમાં કુલ સ્વસ્થ થયેલાં દર્દીઓની સંખ્યા 3143 એ પહોંચ્યો છે. સુરતમાં આજે 4 દર્દીઓનાં મોત થયા છે, જેની સાથે સુરતનો કોરોનાથી મૃત્યુઆંક 154 પર પહોંચ્યો છે. હાલમાં સુરતમાં કુલ 1333 એક્ટિવ કેસ છે.

અમદાવાદમાં કોરોનાની હાલની સ્થિતિ

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 236 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20716 એ પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 171 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15829 થયો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓનાં મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી કુલ મૃત્યુઆંક 1432 એ પહોંચ્યો છે. હાલમાં અમદાવાદમાં કુલ 3455 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચોઃ રાજયમાં ગઇ કાલે નોંધાયેલા કોરોનાનાં નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં થયા હતાં 19નાં મોત

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.