Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 510 કેસ સામે આવતા હાહાકાર

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 510 કેસ સામે આવતા હાહાકાર

0
1097

કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો વધતો જ જોવા મળી રહ્યો છે, છેલ્લા 5 દિવસથી કોરોનાના 400 જેટલા કેસ સામે આવતા હતા પરતું આજે 510 કેસ સામે આવતા તંત્રની ઉધ પણ ઉડી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 324 કેસો નોંધાયા છે. અને 30 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 344 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દી સાજા થવાનો રિકવરી રેટ 68.05 ટકા થયો છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 510 કેસો સામે આવ્યા છે.આ સાથે કોરોનાની કુલ કેસનો આંક 19119 થઈ ગયો છે. જ્યારે મોતનો કુલ આંક 1190 પર પહોંચ્યો છે. અને અત્યાર સુધી રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 13011 છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણા 9, પાટણ 6, જામનગર 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4, ખેડા 3, ભરૂચ 3, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, બનાસકાંઠા 1, રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-છોટા ઉદેપુર-જૂનાગઢ- નવસારી-દેવભૂમિ દ્વારકામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 35 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 30 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે સુરતમાં 2, આણંદ-ભાવનગર-સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુરની યુવતી હરિયાણાથી 65 દિવસે મળી