Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > વર્ષ 2020માં કરોડોની છીનવાઇ નોકરી, તહેવારોમાં લોકો ઉદાસીન

વર્ષ 2020માં કરોડોની છીનવાઇ નોકરી, તહેવારોમાં લોકો ઉદાસીન

0
100

ભારતમાં ભૂખમરાનો ઇન્ડેક્સમાં 107 દેશોમાં તળિયે પહોંચી ગયું છે. કોરોના દેશમાં ફક્ત શારીરિક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ લોકો માટે કાળ બનીને આવ્યો છે. આટલું ઓછું હોય તેમ સરકારે પડતા પર પાટુ મારતા કોઈપણ પ્રકારના આયોજન વગરનું લોકડાઉન લાદતા ગરીબોને ભૂખે મરવાના દહાડા આવ્યા છે. દેશમાં કોરોના અને લોકડાઉનના લીધે 2.67 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે. તહેવારો ટાણે ઉદાસીન છે.

કોંગ્રેસના દાવા મુજબ ફકત ગુજરાતમાં જ 50 લાખથી પણ વધારે યુવાનો બેરોજગાર થયા છે અને 38 હજાર જેટલી સરકારી ભરતીઓ અટકાવી દેવામાં આવી છે. આ મહામારીમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારાઓની પરિસ્થિતિ સૌથી કફોડી બની હતી તેઓ એક ટંક ખાવાનું મેળવવા વલખા મારી રહ્યા હતા.

કોરોનાના લીધે દેશમાં ભૂખમરામાં વધારો થયો છે. તેથી જ હંગર (ભૂખમરા) ઇન્ડેક્સમાં ભારત 107 દેશોમાં 94માં ક્રમે આવ્યું છે. આ ભૂખમરો હજી પણ તીવ્ર બને તેમ કહેવામાં આવી રહ્યુ છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કહેરને લીધે લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. કોરોના સામે તમામ દેશો પાણી પાણી થઈ ગયા છે અને આ બીમારી સામે રક્ષણ મેળવવા માટે તમામ દેશ તેની રસી શોધવા માટે સઘન પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો: મોદીની ચેતવણી, લોકડાઉન ગયું છે કોરોના નહી, બેદરકારી જોખમી બનશે

કોરોના કાળ દરમિયાન દેશમાં જયારે પ્રથમ વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ઘણા એવા ગરીબ વર્ગમાં નિરાશા જોવા મળી હતી અને સંપૂર્ણ લોકડાઉનમાં લોકો ધર્મ કે જાતિ જોયા વિના એકબીજાના પડખે ઉભા રહ્યા હતા. વર્ષ 2020માં ભારતમાં કોરોનાએ 1 લાખ 11 હજારથી વધારે લોકોના જીવ લીધા છે. જો કે ગુજરાતમાં 3643 લોકોએ પોતાની જીંદગી ગુમાવી છે.

gujarat school fees

આ મહામારીમાં સરકાર દ્વારા તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપી હતી અને બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટેની એક પહેલ ચાલુ કરવામાં આવી છે. ઘણા લોકોની કોરોનાના કારણે નોકરીઓ જતી રહી છે અને તેઓ પોતાના બાળકોને ભણાવવા માટે પૈસા પણ ખર્ચી શકતા નથી.

જેથી તમામ વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ફી મામલે રાહત આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરતું સરકાર દ્વારા હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે 6 કોર્પોરેશન સહિત સ્થાનિક ચૂંટણીઓ ત્રણ મહિના સુધી પાછી ઠેલાઇ ગઇ છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં 6 વખત દેશને સંબોધિત કરી ચૂક્યાં છે PM મોદી, જાણો ક્યારે શું બોલ્યાં?

ઉપરાંત કોરોનાને કારણે હાલ તમામ તહેવારો પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. વર્ષ 2020માં આવનારા ઘણા એવા મોટા તહેવારો પર સંક્રમણ ન ફેલાય તે માટે રોક લગાડી દેવામાં આવી છે. હાલ ચાલી રહેલા નવરાત્રીમાં ગરબા પર પણ સરકારે રોક લગાડી છે, પૂજા અને આરતી માટે ફકત એક કલાકનો સમય આપ્યો છે.

વધુમાં 2020માં કોરોના બાદ આકાશી આફતે તબાહી મચાવી. ભારતમાં ઘણા એવા રાજયમાં ભારે વરસાદને કારણે ઘણા લોકોનાં મોત થયા છે. સૌરાષ્ટ્ર, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે માજા મૂકી દીધી. અનેક લોકોના મોત નીપજ્યાં અને લાખો લોકો પ્રભાવિત થયા છે.