Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની અસર: લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિનની ઉજવણી કેટલી અલગ હશે?

કોરોનાની અસર: લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિનની ઉજવણી કેટલી અલગ હશે?

0
86
  • ઓછા મહેમાન, PPE કિટમાં જવાન

  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું થશે પાલન

નવી દિલ્હી: કોરોના સંકટ (Corona Pandemic) વચ્ચે દેશ આવતીકાલે 15 ઓગસ્ટે પોતાનો 74મોં સ્વતંત્રતા દિવસ (74th Independence Day) મનાવા જઈ રહ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીરથી વડાપ્રધાન મોદી (PM Modi) આવતીકાલે તિરંગો ફરકાવશે. કોરોનાના કારણે આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. ખૂબ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. જ્યારે જવાનો PPE કિટ પહેરીને જવાનો તૈનાત રહેશે.

આ વખતે સમારોહમાં માત્ર નેશનલ કેડેટ કોર (NCC)ના 500 બાળકો સામેલ થશે. આ બાળકોમાં દર દરેક વચ્ચે 6 ફૂટનું અંતર રહેશે. પહેલા દર 15-ઓગસ્ટે સ્કૂલના બાળકોનો આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. દરવર્ષે લગભગ 3500 સ્કૂલના બાળકો હાજર રહેતા હતા. જેમને વડાપ્રધાન સાથે હાથ મિલાવવાની તક પણ મળતી હતી.

આ પણ વાંચો:  PM મોદીની સુરક્ષા માટે 350થી વધુ પોલીસકર્મી ક્વોરેન્ટાઈન, 15 ઓગસ્ટે આપશે ‘ગાર્ડ ઓફ ઑનર’

કોરોનાના પગલે તકેદારીના ભાગરૂપે આ વખતે સમારોહ માટે ઓપન પાસ ઈસ્યૂ નથી કરવામાં આવી રહ્યાં. આથી આ વખતે પણ લાલ કિલ્લાની પ્રાચીરની બન્ને તરફ માત્ર 150 મહેમાનો હશે. પહેલા દરવર્ષે આવા મહેમાનોની સંખ્યા 300 થી 500 રહેતી હતા. હવે અનેક VIP પ્રાચીરની સામે ફૉરગ્રાઉન્ડ પર ખુરશીઓમાં બેઠેલા જોવા મળશે. કુલ મહેમાનોની સંખ્યા 2000ની આસપાસ રાખવામાં આવી છે.

PM મોદીને સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. જેમાં અંદાજે 22 જવાનો અને અધિકારી હશે. જ્યારે રાષ્ટ્રીય સેલ્યૂટમાં 32 જવાન અને ઓફિસર હશે. આ સાથે દિલ્હી પોલીસના કર્મચારીઓ પણ હશે. કોરોના પ્રોટોકોલના કારણે આ જવાન 4 લાઈનોમાં ઉભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.

આ વખતે સમારોહમાં કોરોના વૉરિયર્સ પણ સામેલ થશે. એવી ચર્ચા છે કે, કોરોના વૉરિયર્સમાં દિલ્હી પોલીસના 200 જવાનો, અર્ધ સૈનિક દળોના જવાનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ ભાગ લઈ શકે છે. કોરોનાથી રિકવર થઈ ચૂકેલા કેટલા લોકોને પણ બોલાવવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાના ખતરાને જોતા આ વખતે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

આ દરમિયાન રક્ષા મંત્રાલયે લાલ કિલ્લા પર ધ્વજારોહણની દોરીને હેન્ડલ કરનારી સૈન્ય મહિલા ઓફિસરનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને જોતા મહિલા સૈન્ય અધિકારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટે વડાપ્રધાન જ્યારે ધ્વજારોહણ કરશે, ત્યારે તેઓ એજ દોરીને પકડશે. જેને સૌથી પહેલા મહિલા સૈન્ય ઓફિસર હેન્ડલ કરશે.