Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાના કારણે નથી જઈ શકતાં ATM, તો આવી રીતે ઘરે બેઠા મંગાવી શકો છો રૂપિયા

કોરોનાના કારણે નથી જઈ શકતાં ATM, તો આવી રીતે ઘરે બેઠા મંગાવી શકો છો રૂપિયા

0
1458

મુંબઈ: કોરોના વાઈરસને રોકવા માટે સમગ્ર દેશમાં આગામી 21 દિવસો સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવા સમયે જો તમારે કોઈ કામ માટે રોકડની જરૂરિયાત ઉભી થાય અને તમારી પાસે કેશ ના હોય, તો ગભરાશો નહીં. આવા સમયે તમે ઘરે બેઠા બેંકમાંથી રૂપિયા મંગાવી શકો છે. SBI, ICICI, એક્સિસ અને કોટક જેવી અનેક મોટી બેંકો ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડી રહી છે.

જાણી લો ઘરે બેઠા પૈસા મંગાવાની પ્રોસેસ
ICICI બેંકની વેબસાઈટ પ્રમાણે, ઘરે બેઠા કેશની ડિલિવરી માટે બેંકની વેબસાઈટ પર [email protected] લોગ ઈન કરવાનું રહે છે અથવા કસ્ટમર કેર પર ફોન કરીને પણ આ સુવિધા સાથે જોડાઈ શકાય છે. રોકડ મંગાવવા માટે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે તમે આગ્રહ કરી શકો છે. જે બાદ બે કલાકની અંદર તમને તમારી જરૂરિયાત પ્રમાણે રૂપિયા મળી જાય છે. આ સુવિધા મારફતે તમે 2 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધી મંગાવી શકો છે. જેના પર તમારે અંદાજે 60 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે.

SBI ગ્રાહક 25 હજાર રૂપિયા મંગાવી શકે છે
40 કરોડ ગ્રાહકો ધરાવતી SBI પણ ડોરસ્ટોપ ડિલિવરી અંતર્ગત ઘરે બેઠા રોકડ મંગાવવા અને પૈસા જમા કરાવવાની સુવિધા ગ્રાહકોને પૂરી પાડે છે. હાલ આ સુવિધા માત્ર વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અથવા કેટલાક ખાસ નોંધાયેલા ગ્રાહકોને જ પૂરી પાડવામાં આવી રહી છે. જેનો ચાર્જ 100 રૂપિયા છે.

દેશની બીજી સૌથી મોટી બેંક HDFC પણ ઘરે બેઠા રોકડ રકમ પૂરી પાડી રહી છે. જેની મર્યાદા 25000 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ માટે 100 થી 200 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. કોટક, એક્સિસ સહિતની અન્ય બેંકો પણ કેટલીક શરતો સાથે આવી સેવાઓ પૂરી પાડે છે.

જરૂર પડવા પર મળશે લોન
જો તમારી પાસે બેંકની રકમ નથી અને તરત જ રકમની આવશ્યક્તા છે, તો ઈન્સ્ટન્ટ લોન આપનારી તમામ ફિનટેક કંપનીઓ પણ તમારી મદદ કરી શકે છે. મનીટૈપના CEO કૃણાક વર્માએ જણાવ્યું કે, કોઈ પણ ગ્રાહક માત્ર એપ મારફતે KYC પૂરી કરીને 12થી 24 કલાકની અંદર લોન લઈ શકે છે. જો કે આ રકમ સીધી તમારા ખાતામાં જશે, જેનો ઉપયોગ કરવા ગ્રાહક ઘરે બેઠા બેંકથી રોકડ મંગાવી શકે છે અથવા ડિજિટલ લેવડ-દેવડ કરીને પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

કોરોનાના આતંકને સૌથી વધુ સહન કરનારા શહેરમાં કેમ થઈ રહી છે આતશબાજી?