Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં કોરોના કેરઃ માસ્ક નહીં પહેરવા પર લાગશે રુ. 2000નો દંડ

દિલ્હીમાં કોરોના કેરઃ માસ્ક નહીં પહેરવા પર લાગશે રુ. 2000નો દંડ

0
123
  • છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 131થી વધુ દર્દીના મોત
  • નવા 7486 સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા 5 લાખને પાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવેથી માસ્ક નહીં પહેરવા બદલ 2000 રુપિયાનો દંડ (Delhi Mask Find) થશે. કોરોના કેર વધતા કેજરીવાલ સરકાર વ્યાકુળ થઇ એક પછી એક કપરા નિર્ણયો લઇ રહી છે.  અગાઉ રુ.500નો દંડ થતો હતો.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે લેફ. ગવર્નર અનિલ બેજલ સાથે મળીને આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના મહામારીએ ગંભીર રુપ લઇ લીધું છે. અચાનક સંક્રમણના કેસોમાં વધારો થવા લાગ્યો છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોનાથી એક દિવસમાં 131ના મોત, સ્થિતિ બની ગંભીર

કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં મોતનો નવો રેકોર્ડ બની ગયો. બુધવારે એક જ દિવસમાં 131 લોકોથી વધુનાં મોત થઇ ગયા. અક દિવસમાં 7486 નવા કેસો આવ્યા. તે સાથે દિલ્હીમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 5 લાખને પાર થઇ ગઇ છે.

લેફ. ગવર્નર બેજલ સાથે મળી નિર્ણય લીધોઃ કેજરીવાલ

ગુરુવારે મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી. જેમાં તેમણે પોતાની સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજધાનીમાં હવે માસ્ક નહીં પહેરનારા પાસેથી રુ. 2000નો દંડ (Delhi Mask Find)વસુલવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું કે અત્યાર સુધી માસ્ક નહીં પહેરવા માટે 500 રુપિયાનો દંડ (Delhi Mask Find)થતો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરી રહ્યા નહીં હોવાથી દંડની રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે લોકો ધામધૂથી છઠનો તહેવાર મનાવે પરંતુ જાહેર સ્થળો પર નહીં. તેમણે કહ્યું કે ઘણી રાજ્ય સરકારોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના ન ફેલાય તે માટે તમને ઘરોમાં જ છઠનો તહેવાર મનાવવા અમારી તમને અપીલ છે. Delhi Mask Find news

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિતોની સારવારમાં પ્લાઝમા થેરાપીનો આડેધડ ઉપયોગ અયોગ્ય: ICMR

રાજધાનીમાં એક સપ્તાહમાં 715 મોત Delhi Mask Find

રાજધાની દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અહીં 12 નવેમ્બર એટલે ગત ગુરુવારથી 18 નવેમ્બર સુધી 43,109 નવા કેસો વધ્યા.જ્યારે આ સમય દરમિયાન 715 લોકોના કોરોનાના કારણે મોત થઇ ગયા છે.