Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 7 હજારથી વધુ કેસ, 81 લોકોનાં મોત

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 7 હજારથી વધુ કેસ, 81 લોકોનાં મોત

0
40

અમદાવાદમાં 2,377, વડોદરામાં 701 અને કેસ સુરતમાં સંખ્યા ઘટીને 518 થઇ

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી (Corona decline in Gujarat)પડી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 હજારથી થોડા વધુ કેસ નોંધાયા. જ્યારે 81 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે 12 હજારથી વધુ દર્દીઓ સાજા થયા. અમદાવાદમાં કુલ 2377 નવા દર્દી નોંધાયા અને 12 લોકોનાં મોત નીપજતા કેસ અને મૃતાંકમાં ઘટાડો નોંધાયો છે.

સરકારી આકંડા મુજબ ગુજરાતમાં સોમવારે 24 કલાકમાં 7,135 નવા કેસ આવ્યા. જેની સામે 12342 દર્દી રિકવર થયા. આ સાથે રાજ્યમાં કુલ 6,50932 લોકો સાજા થતાં રિકવરી રેટ વધીને 85.68 ટકા થયો.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9202 થયો

એક દિવસમાં 81 મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9202 થયો છે. રાજ્ય (Corona decline in Gujarat)માં હજુ 99,620 એક્ટિવ કેસ છે. તેમાંથી 762 દર્દીઓ જ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. બાકીનાની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચોઃ કોરોના અને ‘તૌકતે’ના પગલે આરોગ્ય વિભાગનો હુકમ, કર્મચારીઓની રજા અને હડતાલ પર લગાવી રોક

રાજ્યમાં જિલ્લાવાર કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2,377 ઉપરાંત વડોદરા 701, સુરત 518, જુનાગઢ 382, જામનગર 283, રાજકોટ 279, ભાવનગર 190, પંચમહાલ 185, ગાંધીનગર 172, આણંદ 164, ગીર સોમનાથ 164, ભરુચ 150, અમરેલી 139, ખેડા 137, મહેસાણા 133, દાહોદ 132, મહીસાગર 130, કચ્છ 113, સાબરકાંઠા 111, વલસાડ 95, અરવલ્લી-બનાસકાંઠા 92-92 પાટણ 79, પોરબંદર 67, નવસારી 63, નર્મદા 49, છોટા ઉદેપુર 39, મોરબી 28, તાપી 17, દેવભૂમિ દ્વારકા 14, બોટાદ 7 ડાંગમાં 2 કેસોનો સમાવેશ થાય છે.

કયા જિલ્લામાં કેટલા મોત

રાજ્યમાં કુલ 81 કોરોના દર્દીઓનાં મોત થયા જેમાં અમદાવાદમાં 12, સુરત 10, વડોદરા 8, રાજકોટ 8 જૂનાગઢ 6, ભાવનગર 4 જામનગર 5, પંચમહાલ,અમરેલી,ખેડા, મહેસાણા,કચ્છ, ગાંધીનગર, સાબરકાંઠા,પાટણ, નવસારીમાં 2-2 , આણંદ,ગીર સોમનાથ, મહીસાગર, અરવલ્લી, પોરબંદર, સુરેન્દ્રનગર. મોરબી અને દેવભૂમિ દ્વારકામાં 1-1 દર્દીના મોત થયાં. Corona decline in Gujarat

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat