Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાઈરસ સંકટ: WHO પર ભડક્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ

કોરોના વાઈરસ સંકટ: WHO પર ભડક્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ

0
1012

વૉશિંગ્ટન: જીવલેણ કોરોના વાઈરસથી સમગ્ વિશ્વમાં અત્યાર સુધીમાં 21 હજાર કરતા વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. આ મહાસંકટથી અત્યાર સુધી 196 દેશો પ્રભાવિત થઈ ગયા છે અને અંદાજે પોણા પાંચ લાખ લોકો તેનો શિકાર બની ચૂક્યાં છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્ય સમયે સૂચના ના આપવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનનો ઉધડો લીધો છે.

ટ્રમ્પે જણાવ્યું કે, WHOએ કોરોના વાઈરસના સંકત પર ચીનનો વધારે પડતો પક્ષ લીધો છે. વિશ્વભરમાં અનેક લોકો WHOના વલણની નારાજ જે અને એવું માની રહ્યાં છે કે, આ ખોટું થઈ રહ્યું છે.

ટ્રમ્પનો આ જવાબ WHO દ્વારા ચીનનો પક્ષપાત કરવાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે WHOના ડિરેક્ટર ટેડરોસ અધનોન ચીનને લઈને વિશ્વભરમાં અનેક લોકોના નિશાના પર આવી ગયા છે.

કોરોના સંકટથી સુપર પાવર ગણાતુ અમેરિકા પણ બેહાલ થઈ ગયું છે. અમેરિકામાં કોરોના વાઈરસથી એક હજાર કરતા વધુ લોકો મોતને ભેટ્યા છે. આ સિવાય કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 65 હજારને પાર પહોંચી ગઈ છે. વૈશ્વિક મહામારીને જોતા અમેરિકન પ્રેસિડન્ટે ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં યુવાનો અને બાળકો માટે ખાસ આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે.

ચીન અને ઈટલી બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ અમેરિકામાં જ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમેરિકાએ કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે 24 એપ્રિલ સુધી બિનજરૂરી ગતિવિધિઓ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે કોરોના મહામારીને નેશનલ ઈમરજન્સી ડિક્લેર કરી છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વધારે વણસી રહી છે. આ શહેર સમગ્ર અમેરિકામાં કોરોનાનું એપીસેન્ટર બની ચૂક્યું છે. મંગળવાર સુધી ન્યૂયોર્કમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાં 285 લોકો મોતને ભેટ્યા છે. આ સિવાય ન્યૂજર્સીમાં પણ 4402 કોરોના પોઝિટિવના કેસો સામે આવ્યા છે. જેમાં 62 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ કેલિફોર્નિયામાં પણ કોરોનાના 3000 કેસો સામે આવ્યા છે અને 65 લોકો મોતને ભેટ્યા છે. હાલ આ તમામ રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે.

સરકારની મોટી જાહેરાત, દરેક કોરોના વૉરિયર્સને મળશે 50 લાખનું વીમા કવર