Gujarat Exclusive > યુથ > મનોરંજન > ડોનેશન પર ઉઠી રહેલા સવાલોનો અમિતાભે આપ્યો જવાબ, પોસ્ટ કરી કવિતા

ડોનેશન પર ઉઠી રહેલા સવાલોનો અમિતાભે આપ્યો જવાબ, પોસ્ટ કરી કવિતા

0
649

મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે સક્રિય રહેવા લાગ્યા છે. ક્યારેક તેઓ પોતાન જૂના ફોટો શેર કરતા જોવા મળી રહ્યાં છે, તો ક્યારેક પ્રજા અને સરકારને કોરોના વાઈરસનો સામનો કરવાની સલાહ આપતા જોવા મળી રહ્યાં છે, પરંતુ એક ખાસ કારણે આજકાલ અમિતાભ સોશિયલ મીડિયામાં છવાયા છે અને તે છે ડોનેશન.

વાસ્તવમાં અનેક યુઝર્સ તેમને સતત પ્રશ્નો પૂછી રહ્યાં છે કે, કોરોના વાઈરસથી દેશને બચાવવા માટે તમે આર્થિક મદદ કરીને દેશને સહાયરૂપ બનશો કે કેમ? આ પ્રશ્નને બીગ-બી અત્યાર સુધી નજરઅંદાજ કરતા રહ્યાં, પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અપડેટ કરી છે. જેમાં અમિતાભે પોતાના જૂના ફોટો સાથે એક કવિતા લખી છે.

આ કવિતાના શબ્દો છે, “એક ને દિયા ઔર બોલ દિયા, કિ દિયા, દૂસરેને દિયા ઔર કહા નહી કિ દિયા” બીજી પંક્તિમાં જ “રહેને દો મુઝે પ્રિયજન, જિસે મિલા, વો ક્યા જાને કિસ-કિસને દિયા, જાનો બસ ઉસકા કરૂણ…” આ સ્થિતિમાં વધારે શું કહેવામાં આવે?

View this post on Instagram

 

एक ने दिया और कह दिया, कि दिया, दूसरे ने दिया और कहा नहीं, कि दिया, दूसरी श्रेणी में ही रहने दो मुझे ऐ प्रीयजन , जिसे मिला, वो क्या जाने किसने दिया; जानो उसका बस करुण क्रंदन । इन हालातों में और क्या कहा जाए , जो जानें मुझे , जानें , मैं तो सदा स्वभाव से ही रहा हूँ कमसुख़न ! ( कमसुख़न : कम बोलने वाला ) ~ अमिताभ

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


આ કવિતાના માધ્યમથી અમિતાભ લોકોને સમજાવવા માંગે છે કે, જ્યારે તમે કોઈ સારૂં કામ કરવા માંગો છે, તો તમારે ગાવાની જરૂર નથી, કારણ કે તમારો હેતુ મદદ પહોંચાડવાનો છે. માત્ર તમે જેના સુધી મદદ પહોંચાડવા માંગતા હોવ, તેના સુધી તે પહોંચે અને તેને ખુશી મળી જાય.

જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને શાહરૂખ ખાન પર પણ ડોનેશનને લઈને સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોલિવુડ સ્ટાર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની રકમ ડોનેટ કરી છે. જે બાદ સોશિયલ મીડિયામાં તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ સિવાય મ્યૂઝિક કંપની ટી-સિરીઝના ભૂષણ કૂમારે 11 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા છે. બોલિવૂડ હોય કે ટોલિવૂડ સુપરસ્ટાર સંકટની આ સ્થિતિમાં તમામ લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે.

કોરોના: અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટની ભવિષ્યવાણીથી ટ્રમ્પ સરકારની ઊંઘ ઉડી