Gujarat Exclusive > દેશ-વિદેશ > દર મીનિટે કોરોના ચીનમાં વેરી રહ્યો છે વિનાશ, 24 કલાકમાં વધુ 143 દર્દીઓના મોત

દર મીનિટે કોરોના ચીનમાં વેરી રહ્યો છે વિનાશ, 24 કલાકમાં વધુ 143 દર્દીઓના મોત

0
961

ચીનમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. આ બિમારીથ મરનારાઓની સંખ્યા 1631 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 143 લોકોના મોત થઈ ગયા છે.

કોરોના વાયરસનું કેન્દ્ર રહેલ હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2420 નવા લોકોને પોતાની ચપેટમાં લઈ લીધી છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનના અધિકારીઓએ કહ્યું કે, શુક્રવારે હુબેઈ પ્રાંતમાં આ બિમારીથી 139 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે હેનાનમાં 2 લોકો આ વાયરસની ચપેટમાં આવીને માર્યા ગયા.

રાજધાની બેઈઝિંગમાં એક વ્યક્તિ આ બિમારીનો શિકાર બની ગયો, જ્યારે ચોંગચિંગમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. આવી રીતે માત્ર શુક્રવારે જ 143 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે મોતનો કુલ આંકડો 1631 થઈ ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે આપેલા આંકડાઓ કરતાં મોતનો સાચો આંકડો ઘણો વધારે છે.

70,000 લોકો ચીનમાં કોરોના વાયરસની ચપેટમાં

ચીનથી મળેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર હુબેઈ પ્રાંતમાં અત્યાર સુધી આ જીવલેણ બિમારીની ચપેટમાં 54406 લોકો આવી ચૂક્યા છે. ચીનમાં અત્યાર સુધી આ બિમારીની ચપેટમાં 67 હજાર 535 લોકો આવી ચૂક્યા છે.

ચીનથી બહાર 580 લોકો આ બિમારીની ચપેટમાં આવ્યા છે. જ્યારે ચીન ઉપરાંત 3 દેશોમાં કોરોના વાયરસના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી એક ફિલીપીન્સ, એક હોંગકોંગ અને એક જાપાનનો દર્દી હતો. કોરોના વાયરસનો ડર એટલો બધો છે કે, ભારતમાં પણ એક વ્યક્તિએ કોરોનાની ચપેટમાં આવી ગયો હોવાનું માનીને પરિવારને બચાવવા આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેને સામાન્ય વાયરલ જ હતો.

બિમારીની સારવાર કરી રહેલા 1716 લોકો ચપેટમાં આવ્યા

ચીનના વુહાનમાં નવનિર્મિત હ્વોશેનશાન હોસ્પિટલમાં કોરોના વાયરસ નિમોનિયાના દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઈ છે. જેમાં ગંભીર રૂપથી પીડિત લોકોની સ્થિતિ સ્થિર બનેલી છે. ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, બિમારીની સારવાર કરી રહેલા 1,716 કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયા પછી ચીને દસ દિવસમાં આ હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું.

શું 70 લાખ અમદાવાદ-ગાંધીનગરના રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે સરકાર?