ખેડા જિલ્લામાં દિવસને દિવસે કોરોનાનો ગ્રાફ નીચે ઉતરતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે લાંબા સમય બાદ માત્ર 6 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 81 પર પહોંચી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શનીવારે કોરોનાના નડિયાદમાથી માત્ર 6 કેસ મળી આવ્યા છે.
તો બીજી બાજુ આજે વધુ 1615 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં તમામ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. રસીકરણની વાત કરવામાં આવે તો આજે 103 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 2588 લોકોએ રસી મૂકાવી છે.
સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 7, કપડવંજ તાલુકામાં 13, કઠલાલ તાલુકામાં 1, ખેડા તાલુકામાં 0, મહુધા તાલુકામાં 2, માતર તાલુકામાં 3, મહેમદાવાદ તાલુકામાં 14, નડિયાદ તાલુકામાં 85, ઠાસરા તાલુકામાં 11 અને વસો તાલુકામાં 2 મળી આજે કુલ 138 લોકોનું રસીકરણ થયુ છે. આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 519, હેલ્થ કેર વર્કર 99 અને ફ્રન્ટ લાઇન વર્કર 442 મળી કુલ 1060 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.