Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે પણ Corona case વધ્યા

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે પણ Corona case વધ્યા

0
57
  • બોપલ, ગોતા, ચાણક્યપુરી, થલતેજનો માઇક્રો કન્ટેન્મેન્ટમાં સમાવેશ
  • આજે 7 નવા વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

અમદાવાદઃગુજરાતમાં આજે 1161 કોરોનાના કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદ શહેરમાં 168 કેસો નોંધાયા હતા. જેમાં શનિવારે પણ પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ (Corona case)વધ્યા. અમદાવાદમાં આજે દૂર કરાયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યામાં વધારો છે.

અમદાવાદ પશ્ચિમમાં કોરોના કેસોનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. આજે 7 નવા વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં છે. મતલબ કે અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં આજે ફરી પાછો વધારો થયો છે. આજે દૂર કરાયેલાં 4 વિસ્તારો સામે 7 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. તેમાં સૈથી વધુ પશ્ચિમ વિસ્તારો છે. જેમાં ગોતા, ચાણકયપુરી, બોપલ અને થલતેજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ BREAKING: ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ (Corona case)ને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 103 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.

માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો 106 થયા Corona case

જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 4 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 103 વિસ્તારોમાંથી 4 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 99 પર પહોંચ્યો હતો.

નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 106 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં 1, પૂર્વ વિસ્તારમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 તથા ઉત્તર પશ્ચિમ ઝોનના ત્રણ વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

જો કે સરવાળે જોઇએ તો આજે પશ્ચિમ વિસ્તારના વધુ વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. જેમાં બોપલ, ગોતા, થલતેજ તથા ચાણકયપુરી તેમ જ ખોખરા, હાટકેશ્વર તથા ભાઇપુરાનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 18મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃTapi : ઇન્ચાર્જ DEO અને ક્લાર્કને 10 લાખની લાંચ મામલે ACBએ ઝડપ્યા

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોના (Corona case)ના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.