Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona updates India: 24 કલાકમાં 81,484 નવા કેસ, કુલ 99 હજારથી વધુ મોત

Corona updates India: 24 કલાકમાં 81,484 નવા કેસ, કુલ 99 હજારથી વધુ મોત

0
101
  • દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 81,484 નવા પોઝિટિવ કેસ
  • વધુ 1095 લોકોનાં મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક ચોંકાવનારો
  • દેશમાં હાલ 9,42,217 કોરોનાના એક્ટિવ કેસો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ (Corona Cases In India) થી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 81,484 નવા પોઝિટિવ કેસ (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1095 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, નવા કેસો ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 63,94,069 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 99,773 થઈ ગયો છે.

દેશમાં હાલ 9,42,217 કોરોનાના એક્ટિવ કેસ છે. જો કે રાહતની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં 78,646 લોકો રિકવર થઈ ચૂક્યાં છે. આ સાથે જ અત્યાર સુધી 53,52,078 દર્દીઓ સારવાર મેળવ્યા બાદ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબર સુધી કોરોના વાઈરસના કુલ 7.67 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 11 લાખ કોરોના ટેસ્ટિંગ ગઈકાલે જ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: હવે અકસ્માતમાં મદદ કરતા ખચકાતા નહીં, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો બદલાવ

કોરોનાથી પ્રભાવિત દેશના મુખ્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?

→ મહારાષ્ટ્રમાં ગુરુવારે 16,476 નવા દર્દીઓ ઉમેરાયા. જેની સામે 16,104 લોકો સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં હાલ 2,59,006 એક્ટિવ કેસ છે. અહીં કોરોના ટેસ્ટનો પોઝિટિવિટી રેટ 20.4 ટકા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. એટલે કે, અહીં દર 100 ટેસ્ટ પર 20 લોકો પોઝિટિવ (Corona Cases In India) આવી રહ્યાં છે.

→ ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,64,787 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી કુલ 1,02,63,709 ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન અંતર્ગત સ્કૂલ અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ 15 ઓક્ટોબર બાદ તબક્કાવાર ખોલવામાં આવશે.

→ બિહારમાં ગુરુવારે 1370 નવા કેસ સામે આવ્યાં. જેની સામે 1242 સંક્રમિતો સ્વસ્થ થયા અને 2 જણાંના મોત નીપજ્યાં. ઉત્તર પ્રદેશ બાદ આજ રાજ્યમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં અહીં 1,20,371 ટેસ્ટ કરવામાં આવ્યાં. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 73.86 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

મૃત્યુદરમાં ઘટાડો, શુભ સંકેત
રાહતની વાત છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થઈ ગયો છે. આ સિવાય એક્ટિવ કેસ, એટલે કે, જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને 15 ટકા થઈ ગયો છે. આમ રિકવરી રેટ એટલે સ્વસ્થ થવાની સરેરાશ પણ 83 ટકા પર પહોંચી છે. આ રીતે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

વિશ્વમાં કેવી છે કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં રેકોર્ડ બ્રેક 8826 કોરોના સંક્રમિતો (Corona Cases In India) મોતને ભેટ્યાં છે. અગાઉ એક દિવસમાં સૌથી વધુ 8513 લોકોના મરણ 17 એપ્રિલે નોંધાયા હતા. આ આંકટો આર્જેન્ટીનામાં 7 ગણા વધુ લોકોના મોતના આંકડા વધવાના કારણે છે. આર્જેન્ટીનામાં છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ 3352 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ આર્જેન્ટીનામાં 22 સપ્ટેમ્બરે સૌથી વધુ 470 મોત સામે આવ્યા હતાં.

આ પણ વાંચો: કોરોનાની સારવાર બાદ જોવા મળી રહી છે આ આડઅસર, રિસર્ચમાં આવ્યું સામે