Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 32 હજારથી વધુ નવા કેસ, 417 લોકોના મોત

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 32 હજારથી વધુ નવા કેસ, 417 લોકોના મોત

0
69

સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,937 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 417 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ રાહતની વાત તે છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક (Covid Deaths) 500થી નીચે નોંધાયો છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા 40 હજારથી નીચે રહી છે. એક્ટિવ કેસ (Corona Active Cases) પણ ઘટી રહ્યા છે અને 145 દિવસના નીચલા સ્તરે આવી ગયા છે.

કેરળ (Kerala Corona Cases)માં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra Corona Cases)માં 4 હજારથી વધુ અને તમિલનાડુ (Tamil Nanu Corona Cases)માં 2 હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,22,25,513 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 54,58,57,108 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 17,43,114 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat