Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં Corona caseની સંખ્યામાં ઘટાડો, અમદાવાદમાં કોરોના કાબૂમાં

ગુજરાતમાં Corona caseની સંખ્યામાં ઘટાડો, અમદાવાદમાં કોરોના કાબૂમાં

0
124
  •  માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં સામાન્ય વધારો
  • અમદાવાદમાં7 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1351 હતો. તેની સામે આજે 1310 કેસો (Corona case)નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં ગુજરાતમાં આજે કેસોની સંખ્યા ઘટાડો થવા પામ્યો છે. તે જ રીતે અમદાવાદમાં પણ બુધવારની સરખામણીમાં સાત કેસો ઘટીને આજે 173 નોંધાયા છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ માત્ર બે જ વિસ્તારનો વધારો થયો છે.

અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 197 પર પહોંચ્યો હતો. તેમાં આજે માત્ર 7 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સૈથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના બંબે વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે દૂર કરાયેલા વિસ્તારો કરતાં નવા ઉમેરાયેલા વિસ્તારોનો આંકડો સામાન્ય રીતે વધુ છે. મતલબ કે આ આંકડાઓ ઉપરથી અમદાવાદમાં કોરોના કાબૂમાં આવતો જતો હોવાનું દેખાય છે.

આ પણ વાંચોઃ સાઇન લેન્ગવેજમાં વાત કરી દિવ્યાંગ યુવાનની કોરોનાની સારવાર કરતા ડોક્ટરો

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ(Corona case)ને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 197 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.

માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 199 થયો Corona case

જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 197 વિસ્તારોમાંથી 5 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 192 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 199 પર પહોંચ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં બબ્બે વિસ્તાર Corona case

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં બબ્બે વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે. જેમાં મણિનગર, જોધપુર, દરિયાપુર, નવાવાડજ, નારણપુરા તથા ચાંદલોડિયા વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 3જી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતના Sridhar ભાઈએ 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા દાન કર્યું

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.