Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાના કેસ ફરી 1500ને પાર, અમદાવાદમાં 325 સંક્રમિત

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી 1500ને પાર, અમદાવાદમાં 325 સંક્રમિત

0
72

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ કોરોનાના 1,512 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 14 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઇ ગઇ છે જ્યારે 4,018 લોકોના મોત થયા છે. Corona Cases

અમદાવાદમાં સૌથી વધુ કેસ

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 325 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.સુરતમાં 252, વડોદરામાં 176, રાજકોટમાં 153, મહેસાણામાં 74, ગાંધીનગરમાં 62, જામનગરમાં 42, પાટણમાં 28, દાહોદમાં 35, બનાસકાંઠામાં 44, ખેડામાં 42, નવસારીમાં 18, નર્મદામાં 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Corona Cases

આ પણ વાંચો: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ PI સહિત 10 પોલીસ પોઝિટિવ

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,734 થઇ ગઇ છે જ્યારે સુરતમાં 44,170, વડોદરામાં 20,458, રાજકોટ 16,730, જામનગરમાં 9,315, ગાંધીનગરમાં 6,784, ભાવનગરમાં 5243, મહેસાણા 5532, બનાસકાંઠા 3960, પાટણ 3640, જૂનાગઢમાં 4331, ભરૂચમાં 3413, પંચમહાલમાં 3449, કચ્છમાં 3302, દાહોદમાં 2440 ખેડામાં 2262, નર્મદામાં 1686 સંક્રમિતોની સંખ્યા થઇ ગઇ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9