Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં એક્ટિવ કેસોનો ચોંકાવનારો આંકડો

કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં એક્ટિવ કેસોનો ચોંકાવનારો આંકડો

0
176
  • અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 4300ને પાર
  • અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3500ને પાર
  • અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ છે : AMAનો દાવો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો (corona cases in ahmedabad) સતત વધી રહ્યાં છે. હાલમાં કેટલાંય દિવસોથી રાજ્યમાં દૈનિક કેસો 1400ને પાર થઇ રહ્યાં છે. ત્યારે એક વાર ફરીથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યાં છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 4300ને પાર થઇ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3500ને પાર થઇ ગયા છે. જેથી આ આંકડો ખૂબ મોટો કહી શકાય.

નોંધનીય છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના એક્ટિવ કેસો (corona cases in ahmedabad) ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ તો એવો દાવો કર્યો છે કે, અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ છે. જેથી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે AMA દ્વારા રાજ્ય સરકાર પાસે મહત્વની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નર્મદા : કોરોનાથી સાજા થયેલા દર્દીને CM રૂપાણીએ ફોન કરી પૂછ્યું કેવી વ્યવસ્થા છે, તો દર્દીએ કહ્યું…

છેલ્લાં એક સપ્તાહમાં 250 જેટલાં કેસો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલા હોવાનું નોંધાયું (corona cases in ahmedabad)

અમદાવાદ મેડિકલ એસોસિએશને (AMA) અમદાવાદના દર્દીઓને પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરી છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લાઓમાંથી પણ શહેરમાં અવરજવર વધતા કેસોમાં વધારો થયો હોવાનો પણ AMA એ દાવો કર્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં 250 જેટલાં કેસો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલા હોવાનું નોંધાયું છે. AMAએ દાવો કર્યો છે કે હાલમાં અમદાવાદમાં બેડ, ઓક્સિજન અને ICUની ઘટ પડી રહી છે. ઉપરાંત હાલની સ્થિતિને જોતા અમદાવાદના સ્થાનિક દર્દીઓની સારવાર પણ ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વ અને ભારતની જેમ કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યમાં સતત 1400થી પણ વધુ પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યાં છે. એ જોતા ગઇ કાલે શુક્રવારના સાંજના કોરોનાના આંકડા (corona cases in ahmedabad) જોતા વધુ 1442 પોઝિટિવ કેસોનો ઉમેરો થયો છે. જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. ગુજરાતમાં કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 1,30,391એ પહોંચી ગઈ છે. જે એક ચિંતાજનક આંકડો છે.

જ્યારે વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3369એ પહોંચી ગયો છે. જ્યારે 1279 લોકો છેલ્લાં 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. આ સાથે અત્યાર સુધી કુલ 1,10,490 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને રાજ્યમાં દર્દીના સ્વસ્થ થવાનો દર 84.74 ટકાએ પહોંચ્યો છે. ગઇ કાલે રાજ્યમાં 61,912 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. કુલ 1442 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 1279 લોકો કોરાના (corona cases in ahmedabad) ને મ્હાત આપી ચૂક્યાં છે.

આ પણ વાંચો: ભુજથી અમદાવાદ આવી નકલી કરન્સી ફેરવવા આવેલી ઠગ ત્રિપુટી પોલીસે ઝડપી