Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં કોરોનાના કેસ 90 લાખને પાર, 24 કલાકમાં 584 દર્દીના મોત

ભારતમાં કોરોનાના કેસ 90 લાખને પાર, 24 કલાકમાં 584 દર્દીના મોત

0
98
  • ભારતમાં કોરોનાના કેસ 90 લાખને પાર
  • 4,43,794 લાખ એક્ટિવ કેસ, 84,28,409 લાખ લોકો ડિસચાર્જ/રિકવર થયા

  • ભારતમાં અત્યાર સુધી આશરે 13 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ 90 લાખની પાર થઇ ગયા છે. 20 નવેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 90,04,365 પર પહોચી ગયા છે જેમાંથી 4,43,794 લાખ એક્ટિવ કેસ છે અને 84,28,409 લાખ લોકો ડિસચાર્જ/રિકવર થઇ ગયા છે. અત્યાર સુધી 1,32, 162 લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ભારત વિશ્વમાં બીજો દેશ છે, જ્યા કોરોનાના કેસ 90 લાખથી વધુ છે, તેનાથી વધુ કેસ અમેરિકામાં છે. કોરોના વાયરસ ઇન્ફેક્શનની તપાસ માટે ભારતમાં અત્યાર સુધી આશરે 13 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે. Corona Cases

શું છે રાહતની વાત?

ભારતમાં 7 ઓગસ્ટે કોરોનાના કેસની સંખ્યા 20 લાખને પાર થઇ ગઇ હતી. 5 સપ્ટેમ્બરે કેસ 40 લાખને પાર થઇ ગયા છે, 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર થયો હતો. 11 ઓક્ટોબરે ભારતમાં 70 લાખ કેસ હતા અને 28 ઓક્ટોબરે કેસની સંખ્યા 80 લાખને પાર થઇ ગઇ હતી. Corona Cases

ભારતમાં કેસોની સંખ્યા 80 લાખથી 90 લાખ પહોચવામાં આશરે 22થી 23 દિવસનો સમય લાગ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં રોજ ઘટાડો નોંધાતો રહ્યો છે. 1 ઓક્ટોબરે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 40 હજાર 705 હતી, જે 20 નવેમ્બરે 4 લાખ 43 હજાર 794 સુધી આવી ગઇ છે. એક જ મહિનાની અંદર ભારતના એક્ટિવ કેસ આશરે પાંચ લાખ સુધી ઓછા થઇ ગયા છે.

એક પોઝિટિવ વાત આ પણ છે કે ગત 47 દિવસમાં રોજના નવા કેસના મુકાબલે, રિકવરી કેસ વધુ આવ્યા છે. Corona Cases

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

અમદાવાદ- દિલ્હીમાં વધતા કેસ ચિંતાનો વિષય?

દેશમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના 5 હજારથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ફરી 200થી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં વધતા કેસને જોતા દિલ્હી સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક પણ મળી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લગ્નમાં મહેમાનોની સંખ્યાને 200થી ઓછી કરીને 50 કરી દીધી છે. બીજી તરફ માસ્ક ના પહેરવા પર દંડની રકમ 500થી વધારીને 2000 કરી દીધી છે. દિલ્હી સરકારે સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલમાં કોરોના માટે બેડ પણ રિઝર્વ કર્યા છે, સાથે જ આઇસીયુ બેડ્સની પણ સંખ્યા વધારવામાં આવી છે.

અમેરિકામાં 1 કરોડથી વધુ કેસ

કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોરોનાના કેસ 1 કરોડને પાર થઇ ગયા છે. આ વાયરસથી આશરે 2.50 લાખ લોકોના મોત થઇ ચુક્યા છે. અમેરિકા, બ્રાઝીલ, ભારત અને મેક્સિકોમાં મૃતકોની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે. Corona Cases