Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > SVPની દાદાગીરીઃ Dy. CMનો ફોન છતાં કોરોનાગ્રસ્ત પત્રકારને સારવારનો નનૈયો

SVPની દાદાગીરીઃ Dy. CMનો ફોન છતાં કોરોનાગ્રસ્ત પત્રકારને સારવારનો નનૈયો

0
493
  • મેયર, કોર્પોરેટરો તો ઠીક પણ હવે Dy.CMને પણ અધિકારી ગાંઠતા નથી?
  • પત્રકાર જીગ્નેશે અગાઉ વીએસમાં હાજરી પૂર્યા વગર પગાર લેનારા તત્વોની પોલ ખોલી હતી
  • અગાઉ જીગ્નેશને ધમકી મળી હતી કે ‘તારામાં તાકાત હોય તો વીએસમાં દાખલ થઈને બતાવજે’

અમદાવાદ : પ્રજાને પડતી અગવડો અંગે સમાચારો લખતા કે બતાવતા પત્રકારોને અધિકારીઓ પરેશાન કરવા કલ્પના પણ ના કરી હોય તે હદ સુધી જઈ શકે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. ટીવી ચેનલના પત્રકાર જીગ્નેશ પટેલ (Corona case Patrakar Jignesh Patel) કોરોનાની સારવાર માટે એસવીપી હોસ્પિટલ પહોંચ્યો ત્યાં તેણે સારવાર વગર 7થી 8 કલાક બેસાડી રાખ્યો હતો. Dy. CM નીતિન પટેલ અને મેયર બીજલ પટેલના ફોન બાદ પણ તેમની ગરીમા ના જાળવી એસવીપી હોસ્પિટલે પત્રકાર જીગ્નેશને સારવાર માટે દાખલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.

બદલાની ભાવના રાખતા અધિકારીએ Dy. CM નીતિન પટેલને ગેરમાર્ગે દોરતા કહ્યું કે, ‘જીગ્નેશને દાખલ કરવામાં આવશે તો ડૉકટરો હડતાળ પર ઉતરી જશે આખરે જીગ્નેશને નીતિન પટેલએ સમજાવી સાલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. જે દેશમાં બ્લાસ્ટ કેસના આતંકીઓની સારવાર થાય તે દેશમાં અધિકારીઓની બદલાની ભાવનાથી પત્રકારને રઝળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છતાં જવાબદાર અધિકારી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.”

પત્રકાર જીગ્નેશ પટેલ (Corona case Patrakar Jignesh Patel) સાથે કયા વેરભાવથી આ કૃત્ય થયું તે હજુ બહાર નથી આવ્યું. પરંતુ આ કૃત્ય કરનાર ચાલાક અને કપટી અધિકારીએ ડૉકટરો પર દોષનો ટોપલો નાંખી ડૉકટરોની છબીને કલંક લગાડવાનો પ્રયાસ કર્યો છે. ભારત દેશમાં બૉમ્બ બ્લાસ્ટ કરી લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આતંકીઓની સારવાર થાય તેવી જોગવાઈ છે. 2008માં સિવિલ અને એલ.જી હોસ્પિટલ સહિત 19 જગ્યાએ બ્લાસ્ટ કરી 55 લોકોનો ભોગ લેનાર આતંકીઓને કોરોના થતાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ તેમની ઉત્તમ સારવાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

તો બીજી તરફ જીગ્નેશ પટેલના કિસ્સામાં બે ચાર અધિકારીની બદલાની ભાવનાને કારણે તેણે સારવાર આપવાનો, દાખલ કરવાનો કે બીજી હોસ્પિટલમાં રિફર કરવા માટે નનૈયો ભણી માનવતાનું હનન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે રાષ્ટ્રીય યુનિવર્સિટી

હાજરી વગર પગારે લેતે કર્મીઓની પોલ ખોલી હતી

ટીવી ચેનલમાં 17 વર્ષથી કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતાં જીગ્નેશ પટેલે (Corona case Patrakar Jignesh Patel) અનેક લોકોને સારવાર માટે એસવીપી, સિવિલ સહિતની હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં. જો કે પ્રજાહિતમાં સમાચાર કરતા જીગ્નેશે અગાઉ વીએસ હોસ્પિટલમાં ત્રણ-ત્રણ મહિના સુધી હાજરી પૂર્યા વગર પગાર લઈ લેનાર તત્વોની પોલ ખોલી હતી. તે સમયે જીગ્નેશને ધમકી મળી હતી કે, ‘તારામાં તાકાત હોય તો વીએસમાં દાખલ થઈને બતાવજે.’

આવી જ બીજી ઘટના જીગ્નેશ કોરોના પોઝિટિવ આવતાં તેની જગ્યાએ ટીવી ચેનલે સ્ટોરી કરવા માટે પત્રકાર સચિનને કોર્પોરેશનમાં મોકલ્યો હતો. જ્યાં સચિનથી ડેપ્યુટી કમિશનર ઓમપ્રકાશને વાંધો પડ્યો હતો.

બીજી બાજુ ગત 16મીએ જીગ્નેશની તબિયત લથડતા એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાનું મેયર બીજલ પટેલે તેણે સૂચન કર્યું હતું. જીગ્નેશે આ અંગે સુપરિટેન્ડન્ટ મલ્હાનને ફોન કરી એસવીપીમાં ભરતી થવા અંગે વાત કરતા તેઓએ આવી જાવ તેમ કહ્યું હતું. જો કે કલાક બાદ ડૉ. મલ્હાને ફોન કરી જીગ્નેશને બેડ ખાલી ન હોવાનું જણાવ્યું હતું. જીગ્નેશે ડૉ. મલ્હાનને આ અંગે પૂછતાં તેઓએ તમે સમજી શકો છો તેમ કહી પોતાની મજબૂરી વ્યક્ત કરી હતી.

જીગ્નેશે મેયર બીજલ પટેલને ફોન કરી વાત કરતા તેઓએ તમે એસવીપી હોસ્પિટલ જાવ હું ત્યાં વાત કરી લઉ છું. આથી જીગ્નેશ બપોરે 4 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યો પણ કોઈ જવાબ આપતું ન હતું કે કોઈ સારવાર કે ચેકઅપ માટે પણ આવતું ન હતું. મેયર જીગ્નેશ માટે ફોન કરતા હોવાનું જાણતા અધિકારીઓએ તેમના ફોન પણ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.

SVP Hospital

આ પણ વાંચો: ગુજરાતમાં કોવિડ 19ની કામગીરીમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓને લઇ મોટા સમાચાર

જીગ્નેશે આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ફોન કર્યો ત્યારે તેઓએ 10 મિનિટમાં સારવાર થશે તેમ કહ્યું પરંતુ અડધો કલાક થઈ ગયો પણ ત્યાં કોઈ ન આવ્યું. જીગ્નેશે (Corona case Patrakar Jignesh Patel) ફરી નીતિન પટેલને ફોન કર્યો ત્યારે તેઓ પણ ચોંકી ગયા કે હજુ સારવાર શરૂ નથી થઈ. ફરી 10 મિનિટનો સમય તેમણે માંગ્યો હતો. આ રીતે 7 કલાક સુધી ફોન અને ચર્ચા ચાલી હતી. આખરે નીતિન પટેલએ જીગ્નેશને સમજાવી સાલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી.

નીતિન પટેલને અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા કે, ‘જીગ્નેશ (Corona case Patrakar Jignesh Patel) ને સારવાર માટે દાખલ કરીશું તો ડૉક્ટરો હડતાળ પર ઉતરી જશે.’ ડૉકટરો આવા કોઈ મૂડ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે અધિકારીઓએ જીગ્નેશ સાથે બદલો લેવા આ કૃત્ય આચરી દોષનો ટોપલો ડૉકટરો પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

Patrakar Jignesh Patel

જીગ્નેશે આ અંગે જણાવ્યું હતું કે,

‘એસવીપી હોસ્પિટલમાં 16મી તારીખે 15 દર્દીને દાખલ કરવામાં આવ્યા અને 70 દર્દીને અન્ય હોસ્પિટલમાં રિફર કર્યાં હતાં. હું હોસ્પિટલની બહાર સારવાર માટે બેસી રહ્યો પણ મને દાખલ કરવાની કે રિફર કરવાની ના પાડી દીધી હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ રસ લઈને મને સાલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. અધિકારીઓએ Dy. CM નીતિન પટેલ અને મેયર બીજલ પટેલના આદેશ છતાં મને બદલાની ભાવનાથી દાખલ ના કર્યો. તેઓએ નીતિન પટેલને ગેરમાર્ગે દોર્યા કે મને દાખલ કરવામાં આવશે તો ડૉક્ટરો હડતાળ કરશે.’

આ પણ વાંચો: RTIમાં ખુલાસો : સરકારી બેંકોમાં ફક્ત 3 મહીનામાં 20 હજાર કરોડની છેતરપિંડી