Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19 In India: 24 કલાકમાં 79,476 નવા કેસ, મૃતકોની સંખ્યા 1 લાખને પાર

Covid-19 In India: 24 કલાકમાં 79,476 નવા કેસ, મૃતકોની સંખ્યા 1 લાખને પાર

0
103
  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64 લાખને પાર

  • કોરોનાના નવા પોઝિટિવ કેસો કરતાં રિકવર થનારાની સંખ્યા વધી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનો (Corona Case In India) કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 79,476 પોઝિટિવ કેસો (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1069 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Case In India) 64,73,545 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ (Corona Virus) અત્યાર સુધીમાં 1,00,842 લોકોને ભરખી ચૂક્યો છે.

હાલ દેશમાં 9,44,996 કોરોનાના એક્ટિવ કેસો (Corona Active Case) છે. જો કે રાહતની વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો (Corona Case In India) કરતાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં 85,376 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં હતા. આમ અત્યાર સુધી કુલ 54,27,707 સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: સુશાંત સિંહે આત્મહત્યા કરી કે થઈ હત્યા? કેસમાં ફરીથી આવ્યો નવો વળાંક

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,16,513 પર પહોંચી ચૂકી છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં 7,07,000 કોરોના પોઝિટિવ કેસ છે. આજ રીતે કર્ણાટકમાં 6,20,630, તમિલનાડુમાં 6,08,885 અને ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4,04,000 પર પહોંચી ચૂકી છે.

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,47,425 અને અત્યાર સુધી 4781 લોકોના મોત થયા છે. ઝારખંડમાં 79,909 કોરોના પોઝિટિવ કેસો છે, જ્યારે અત્યાર સુધી 679 સંક્રમિતો મોતને ભેટ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો,

→ જમ્મુ-કાશ્મીરમાં 824 નવા કેસ અને 14ના મોત
→ મિઝોરમમાં કોરોનાના 1908 કેસ અને 44 દર્દીઓ રિકવર
→ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 189 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ
→ ઓડિશામાં કોરોનાના 3235 નવા કેસ અને 16ના મોત
→ મુંબઈમાં 2261 નવા કેસ અને વધુ 44ના મોત
→ પશ્ચિમ બંગાળમાં 3185 નવા કેસ અને વધુ 60ના મોત
→ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના 3292 નવા કેસ
→ ગુજરાતમાં 1411 નવા કેસ અને 10 કોરોના દર્દીઓના મોત
→ ગોવામાં 384 નવા પોઝિટિવ કેસ અને 10 મોત
→ અસમમાં 24 કલાકમાં વધુ 875 લોકો કોરોનાથી સંક્રમિત