Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો, સતત ચોથા દિવસે 500થી વધુ નવા દર્દીઓ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો, સતત ચોથા દિવસે 500થી વધુ નવા દર્દીઓ

0
58

ગાંધીનગર: રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના 500થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 555 દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન એક દર્દીનું મરણ નોંધાયું છે. નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,73,941 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં 4416 લોકોએ આ જીવલેણ વાઈરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. Corona Case In Gujarat

સોમવારે નોંધાયેલા નવા 555 કેસમાં સૌથી વધુ 129 અમદાવાદ જિલ્લાના જ છે. આ સિવાય વડોદરા જિલ્લાના 103, સુરત જિલ્લાના 100 અને રાજકોટ જિલ્લામાંથી 44 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં જ એક દર્દીનું મોત થયું છે. બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એવા 5 જિલ્લા છે, જ્યાં સોમવારે કોરોનાનો એક પણ કેસ નથી સામે આવ્યો.

રાજ્યમાં સોમવારે કોરોનાના એક્ટિવ દર્દીઓ 3212 દર્શાવાયા છે. જેમાંથી 41 વેન્ટિલેટર પર છે, જ્યારે 3171 દર્દીઓની હાલત સ્થિર છે. સોમવારે 482 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 2,66,313 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. હાલ રિકવરી રેટ 97.22 ટકા છે. Corona Case In Gujarat

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળ: કોલકતાની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 7ના મોત Corona Case In Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં 1.08 લોકોને અપાઈ રસી Corona Case In Gujarat
રાજ્યમાં સોમવારે કુલ 1 લાખ 8 હજારથી વધી લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝન અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારીથી પીડિતોની સંખ્યા 89,447 છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી 1501253 લોકોને કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 357654 પર પહોંચી ગઈ છે. સોમવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 1,08,226 લોકોને વૅક્સિન આપવામાં આવી છે. જેમાં ત્રીજા તબક્કામાં વૅક્સિન લેનારા લોકોની સંખ્યા 89,447 પર પહોંચી ચૂકી છે. આ એવા લોકો છે, જેમની વય 60થી વધુ છે. આ સિવાય ગંભીર બીમારીથી પીડિત લોકોને પણ વૅક્સિન આપવામાં આવી રહી છે. Corona Case In Gujarat

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat