Gujarat Exclusive > The Exclusive > હવે તો કોરોનાની Caller tune બંધ કરો ભઇ, લોકો ત્રાસી ગયા!!

હવે તો કોરોનાની Caller tune બંધ કરો ભઇ, લોકો ત્રાસી ગયા!!

0
143
  • અગત્યના કોલ વખતે આ Caller tune આંખમાં કણાની જેમ ખૂંચે છે
  • લોકો ગૂગલ સર્ચ કરી રહ્યા છે, કેવી રીતે હટશે આ કોલર ટ્યૂન

અમદાવાદઃ “નસસ્કાર!, કોવિડ-19 અનલોકની પ્રક્રિયા હવે સમગ્ર દેશમાં શરુ થઇ ગઇ છે…. ” દરેક ફોન યુઝર્સને સંભળાતી આ કોરોના કોલર ટ્યૂન (Caller tune)થી હવે લોકો એટલા કંટાળી ગયા છે કે તેનાથી છુટકારો મેળવવાના જાતે જ ઉપાયો શોધી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાવવાની સાથે લોકોને સાવચેત કરવા મોબાઇલ કોલર ટ્યૂન (Caller tune) પણ સરકારો દ્વારા શરુ કરાઇ હતી. તે હવે એટલી ત્રાસદાયક બની ગઇ છે કે લોકો ફોન ફેંકવાનું મન પણ બનાવી લે છે.

લોકોની આ ઇચ્છાએ ગૂગલના રિપોર્ટમાં પણ સ્થાન મેળવી લીધું. લોકો આ કોલર ટ્યૂનથી છુકૉટકારો મેળવવા માટે એટલા બેબાકળા બન્યા છે કે ગૂગલમાં સર્ચ ટ્રેન્ડ (Google Search Trend) બની ગયું છે. ઓગસ્ટ 2020માં સૌથી વધુ પુછાનારા ટોપ-5 પ્રશ્નોમાં કોરોનાની કોલર ટ્યૂન હટાવવાના સૌથી વધુ સવાલો પુછાયા હતા.

આ પણ વાંચોઃ સ્કૂલ Fee માફી અંગે બુધવારે રુપાણી સરકાર કરી શકે છે મોટી જાહેરાત

કોરોના સામે સાવચેત કરવા શરુ કરાઇ હતી

માર્ચ મહિનામાં કોરોના ની વૈશ્વિક મહામારી સામે લડવા ભારતની જનતા શરૂઆતના તબક્કામાં એટલી તૈયાર થઈ ન હતી, લોકોમાં કોરોના સામે લડવાની જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શન બન્નેનો અભાવ હતો, જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રીતે કોરોના સામે રક્ષણ કઈ રીતે મેળવી શકાય છે તે માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી.

અનલોકની સાથે Caller tuneમાં ફેરફાર કરાયો

શરુઆતમાં કોલ કરતા જ ઉધરસ કે છીંકવાનો અવાજ સંભળાતો હતો અને પછી કોરોનાથી બચવાના ઉપાય સુચવવામાં આવતા હતા. પરંતુ સમય જતાં અનલોકની પ્રક્રિયા શરુ થઇ હતી. તેની સાથે ટ્યૂનમાં પણ ફેરફાર કરાયો.

15-20 સેકન્ડની ટ્યૂન જાગૃતિને બદલે કંટાળો બની રહ્યાની ફરિયાદ

જેમાં સરકાર દ્વારા તમામ સેલ્યુલર કંપનીઓને આદેશ આપ્યા હતા કે કોઈ વ્યક્તિ જ્યારે પણ કોલ કરે ત્યારે શરૂઆતમાં 15 થી 20 સેકન્ડ લાંબી કોરોનાની જનજાગૃતિ ફેલાવતી કોલર ટ્યુન 9Caller tune)સંભળાવવામાં આવે, જેમાં માસ્ક પહેરવું, હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ કોલર ટ્યુન શરૂઆતમાં હતો લોકો માટે ફાયદાકારક હતી.

પરંતુ ઈમરજન્સી સમયે કોલર ટ્યુન વાગવાને કારણે લોકોની 15 થી 20 સેકન્ડ વેડફાઈ રહી હતી. આવી સ્થિતિમાં લોકોએ મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હતું.

આ પણ વાંચોઃઆદિવાસીઓની ગ્રાન્ટ ચ્યાંઉ કરી જતા નર્મદા જિલ્લાના ટ્રાઇબલ અધિકારીઓ

સુરત ડિસ્ટ્રિક્ટ ટેલીફોન એડવાઇઝરી કમિટીના સભ્યે કેન્દ્રને પત્ર લખ્યો

 સુરત ડિસ્ટ્રિક્ટ ટેલીફોન એડવાઇઝરી કમિટીના સભ્ય યસ દેસાઈએ દેશના ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો છે, જેમાં તેમને માંગણી કરી છે કે હવે લોકો જાગૃત થઈ ગયા છે અને લોકોનો સમય પણ બગડી રહ્યો છે, ત્યારે કોલર ટ્યુન બંધ કરવામાં આવે. તેમનું કહેવું છે કે હવે જ્યારે અનલોક ૪ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે સરકારે હવે જનજાગૃતિના નામે લોકો હેરાન ન થવા જોઈએ.