Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 7466 નવા કેસ, 175ના મોત

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 7466 નવા કેસ, 175ના મોત

0
287

નવી દિલ્હી: ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં પણ સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7466 નવા કેસો સામે આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા પોઝિટિવ કેસ છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન 175 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં આજે નવા નોંધાયેલા કેસો ઉમેરવા સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 1,65,799 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4706 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. કુલ 1,65,799 કેસોમમાંથી 89987 એક્ટિવ કેસો છે, જ્યારે 71,105 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59546 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1982 લોકોના મોત થયા છે, જ્યારે 18,616 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 16,281 કોરોના સંક્રમિતો નોંધાયા છે. જેમાંથી 7495 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 316 લોકોના મરણ નોંધાયા છે. ગુજરાતમાં 15562 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 8003 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 960 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો, અહી કોરોના સંક્રમિતોની સંખ્યા 7453 પર પહોંચી ગઈ છે, જેમાંથી 4050 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 321 લોકો મોતને ભેટ્યા છે. ઉત્તર પ્રદેશમાં 7170 કોરોના સંક્રમિતો નોધાયા છે. જેમાંથી 4215 સ્વસ્થ થયા છે, જ્યારે 197 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3296 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1211 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

બીજી તરફ દેશમાં કોરોના મહામારીના કારણે હાલના સમયે લગભગ 23 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં રહી રહ્યાં છે. જેમાંથી વિદેશથી પરત ફરેલા લોકો સહિત એવા લોકો પણ સામેલ છે, જે દેશમાં જ એક સ્થળેથી બીજા સ્થળ પર ગયા છે. આ તમામ લોકો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવે રહેલા ક્વોરેન્ટાઈન ફેસીલિટીનો લાભ લઈ રહ્યાં છે.

મોટાભાગના રાજ્યોની સરકારો અને કેન્દ્રા શાસિત પ્રદેશોના વહીવટી તંત્રએ પોતાના ત્યાં આવનારા લોકો માટે 7 દિવસ સુધી ફરજિયાત ક્વોરેન્ટાઈનનો નિયમ બનાવ્યો છે. 26-મે સુધી મળેલા આંકડા પ્રમાણે, વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ક્વોરેન્ટાઈન સેન્ટરોમાં કુલ 22.81 લાખ લોકો રહે છે.

અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં લંબાઈ શકે છે લૉકડાઉન! કેબિનેટ સચિવે PMOને સોંપ્યો રિપોર્ટ