Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના બોમ્બ યથાવત, મોત મામલે ભારતમાં ત્રીજા નંબરે

ગુજરાતમાં કોરોના બોમ્બ યથાવત, મોત મામલે ભારતમાં ત્રીજા નંબરે

0
719

રાજયમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે જેના કારણે લોકોમાં હાલ ભારે ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ નવા 25 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 493 થઇ ગયો છે. આમ દેશના જે રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત હવે 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. મોત મામલે ગુજરાત ભારતમાં 3 જા નંબર પર આવી ગયુ છે.

કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુમાં બંને પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 110, મધ્ય પ્રદેશમાં 39ના જ્યારે ગુજરાતમાં 23 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં 468માંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 398 સ્ટેબલ છે. ગુજરાત માટે ચિંતાનું અન્ય એક પ્રમાણ વધારે મૃત્યુદર છે. એકંદરે ગુજરાતમાં 26 દિવસમાં 493 કેસ નોંધાયા છે, જેમાં 23 ના મોત થયા છે. રાજ્યના કુલ 19 જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. જેમાં આજે અમદાવાદમાં સૌથી 266, વડોદરામાં 95 કેસ સાથે રાજ્યમાં મોખરે છે.

કોરોના વાયરસના અમદાવાદમાં 266 કેસ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. આ વધી રહેલા કેસને લઈ અમદાવાદ શહેર જિલ્લાઓમાં પણ અમદાવાદ હવે પાંચમાં સ્થાને આવી ગયું છે. જેમાં મુંબઇમાં સૌથી વધુ 1000, જયપુરમાં 286, પૂણેમાં 248 જ્યારે અમદાવાદમાં 266 કેસનો સમાવેશ થાય છે. વડોદરામાં પણ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને ત્યાં કોરોનાના કુલ કેસનો આંક હવે 95 થઇ ગયો છે.

જાણો શું છે બીજા રાજ્યોની સ્થિતિ

કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર 1.66 સાથે મોખરે છે. હાલની સ્થિતિએ મહારાષ્ટ્રમાંથી 188 વ્યક્તિએ કોરોનાને માત આપી છે અને 1368 વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. આ સિવાય તામિલનાડુમાં 969, દિલ્હીમાં 903, રાજસ્થાનમાં 678, તેલંગાણામાં 487 કેસ નોંધાઇ ચૂક્યા છે.

કોરોના મહામારીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને ચા-નાસ્તો આપવાનો સરકારનો નિર્ણય