Gujarat Exclusive > ગુજરાત > કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ 100 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ 100 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

0
279

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા તથા ધારાસભ્ય લાખાભાઇ રબારી સાથે આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકીની (corona-bharatsingh solanki) મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછ્યા.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (corona-bharatsingh solanki)કોરોનાથી સંક્રમિત થયા હતા.100 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

ભરતસિંહ સોલંકીનીcorona-bharatsingh solanki) તબિયત કથળતા તેમને એક સમયે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ corona-bharatsingh solanki)ઓછું થઈ ગયું હતું. પણ ઘનિષ્ઠ સારવારના અંતે તેઓની તબિયત સુધરી હતી અને છેવટે 100 દિવસ પછી તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ અને હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ હોઈ રાજકીય પ્રવૃત્તિઓ ગતિ પકડતા તેઓની મુલાકાતે આવનારા કોંગ્રેસીઓની સંખ્યા પણ હવે ઉત્તરોતર વધે તેમ મનાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો, વિધાનસભ્યો અને નગરસેવકો કોરોના પોઝિટિવ થયા હતા. ભાજપના અભય ભારદ્વાજની પરિસ્થિતિ હજી સ્થિર છે.