Gujarat Exclusive > રાજનીતિ > PM મોદીના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન નિર્ણય પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-‘નોટબંધી પાર્ટ 2‘

PM મોદીના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન નિર્ણય પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-‘નોટબંધી પાર્ટ 2‘

0
4143

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાઈરસની ગંભીરતા સમજાવવા ઘરોમાં રહેવાની અપીલ કરતાં મંગળવારે 21 દિવસો માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના પ્રકોપને પગલે રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં વડાપ્રધાને જણાવ્યું કે, આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં ટોટલ લૉકડાઉન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીની આ જાહેરાત બાદ કોંગ્રેસ તરફથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાએ PM મોદીની આ જાહેરાતની સરખામણી નોટબંધી સાથે કરી છે.

આ અંગે કોંગ્રેસ નેતા સંજય ઝાએ જણાવ્યું કે, આ નોટબંધી પાર્ટ-2 છે. વડાપ્રધાન મોદીને જોઈને લાગી રહ્યું હતું કે, કોરોના કાબૂ બહાર છે. આ આપદાનો સમય છે. કોંગ્રેસે મંગળવારે જ કહ્યું હતું કે, દેશમાં 21 દિવસ લૉકડાઉનનો નિર્ણય દેશ સ્વીકારશે, પરંતુ વડાપ્રધાન મોદીએ જણાવવું જોઈએ કે, તેમણે કોરોના વાઈરસની મહામારીને રોકવા અને સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા માટે શું કર્યું?

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, માનનીય મોદી જી, દેશ તો લૉકડાઉનનો આગ્રહ માનશે, પરંતુ તમે કોરોનાને મહામારીને રોકવા માટે શું કર્યું? તેમણે સવાલ પણ કર્યો કે, સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા કેવી રીતે થશે? કોરોનાથી પેદા થયેલી રોજી-રોટીના મહાસંકટનું શું સમાધાન છે? ગરીબ, મજૂર, ખેડૂત, દુકાનદારના 21 દિવસ કેવી રીતે વીતશે?

કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસ ફેલાવવાની સંભાવના હતી, પરંતુ વડાપ્રધાન મોદી પાસે ઘણી અપેક્ષા હતી. સરકારની તૈયારીનું સ્તર શું છે? આર્થિક પ્રોત્સાહન પેકેજની વ્યવસ્થા શું છે? ભીખારી અને ગરીબોને જીવતા રાખવા માટેના શું ઉપાયો કરવામાં આવ્યા છે? આ તમામ પ્રશ્નોના જવાબો આપવાના બદલે તેમણે લોકોને અસહાય બનાવીને છોડી દીધા છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કોરોના વાઈરસની ગંભીરતા સમજવા અને ઘરોમાં રહેવાની અપીલ કરતા મંગળવારે 21 દિવસો માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના પ્રકોપને લઈને રાષ્ટ્રને નામ સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન થવા જઈ રહ્યું છે.

ચીનના પાડોશી હોવા છતાં જાપાનમાં કેમ નથી ફેલાઈ કોરોનાની મહામારી?