ફતેહાબાદ (હરિયાણા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના જન્મદિવસ પર મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park)માં નામીબિયાથી મંગાવેલા ચીત્તાઓને છોડવા પર વિવાદ ઉભો થઈ ગયો છે. જીવોની રક્ષા માટે હંમેશા આગળ રહેનાર બિશ્નોઈ સમાજે આના પર આપત્ત વ્યક્ત કરી છે કે આ ચીત્તાઓના ભોજન માટે ચીતલ અને હિરણોને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. આ પગલા વિરૂદ્ધ બિશ્નોઈ સમાજનમાં ગુસ્સો છે. આ બાબતને લઈને બિશ્નોઈ સમાજના લોકોએ હરિયાણાના ફતેહાબાદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા-પ્રદર્શન શરૂ કરી દીધું છે.
Advertisement
Advertisement
અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના અધ્યક્ષ દેવેન્દ્ર બૂડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તે વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચીત્તાઓની ભૂખ સંતોષવા માટે રાજગઢ જંગલથી 181 ચીતલ શ્યોપુર મોકલવામાં આવ્યા છે.
દેવેનેદ્ર બૂડિયાએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે ભારત સરકારે પોતાના નેતૃત્વમાં નામીબિયાથી 8 ચીત્તાઓને હિન્દુસ્તાનના વનોમાં લુપ્ત પ્રજાતિઓના પુન:સ્થાપિત કરવા માટે છોડ્યા છે પરંતુ તેમના ભોજનના રૂપમાં ચીતલ, હરણ વગેરે પશુઓને જંગલમાં છોડવાથી બિશ્નોઈ સમાજ ખુબ જ આહત છે.
જણાવી દઈએ કે દેશમાં 70 વર્ષ પછી ચીત્તોની વાપસી થઈ છે. આનાથી પહેલા 1952માં દેશમાંથી ચીત્તાઓની પ્રજાતિ લુપ્ત થવાના સમાચારની પુષ્ટી થઈ હતી.
Advertisement