નવી દિલ્હી: કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ભ્રામક સૂચના ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે સત્તા પર રહેલી પાર્ટી ભારત જોડો યાત્રાના સફળતાપૂર્વક શરૂ થયા બાદ હતાશ થઇ ગઇ છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની એક પાદરી સાથે વાતચીત કરવાને લઇને ભાજપના નેતાએની ટ્વીટ પર આપત્તી વ્યક્ત કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતીના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે કહ્યુ, “ભાજપની હેટ ફેક્ટરી ગાંધીના સબંધમાં એક ખરાબ ટ્વીટ પ્રસારિત કરી રહી છે. ઓડિયોમાં જે કઇ પણ રેકોર્ડ કરવામાં આવ્યુ છે તેનો તેની સાથે કોઇ સબંધ નથી.
Advertisement
Advertisement
જયરામ રમેશે ટ્વીટ કર્યુ, આ ભાજપની વિશિષ્ટ તુચ્છ રીત છે, ભારત જોડો યાત્રાની સફળ શરૂઆત અને લોકો દ્વારા મળી રહેલા સમર્થનને જોઇને આ હતાશ થઇ ગયા છે. રમેશે આરોપ લગાવ્યો, જે લોકો મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર છે, જે લોકોએ નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, ગૌરી લંકેશ અને એમએલ કલબુર્ગી જેવા લોકોની હત્યા કરી, તે આજે સવાલ ઉઠાવી રહ્યા છે. કેવી ખરાબ મજાક છે. ભારત જોડો યાત્રાની ભાવનાને ઠેસ પહોચાડવા માટે આવા તમામ પ્રયાસ નિષ્ફળ જશે.
ये वही पादरी हैं जिसने भारत माता को बीमारी कहा था https://t.co/xJGcGOyQwE
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 10, 2022
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ એક પાદરી સાથે રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા કહ્યુ, રાહુલ ગાંધી સાથે મુલાકાત કરનારા જોર્જ પોન્નૈયાએ કહ્યુ કે ઇસા મસીહ જ એકમાત્ર વાસ્તવિક ઇશ્વર છે ના કે કોઇ શક્તિ અથવા અન્ય ભગવાન. પૂનાવાલાએ ટ્વીટ કર્યુ, આ વ્યક્તિની હિન્દુઓ વિરૂદ્ધ ધૃણા માટે પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, તેમણે એમ પણ કહ્યુ હતુ, હું જૂતા એટલા માટે પહેરૂ છુ જેથી ભારત માતાની અશુદ્ધિઓ અમને દૂષિત ના કરી શકે. ભારત જોડો, ભારત તોડો પ્રતીકોની સાથે છે.
Advertisement