મુંબઇ: પાન નલિનની ફિલ્મ Chhello Show વિવાદમાં આવી ગઇ છે. 2023 ઓસ્કર્સ માટે ફિલ્મને ભારતની ઓફિશિયલ એન્ટ્રી પસંદ કરવામાં આવી છે. હવે ફેડરેશન ઓફ વેર્સ્ટર્ન ઇન્ડિયા સિને એંપ્લોઇઝ (FWICE)એ તેનો વિરોધ કર્યો છે. FWICEનું કહેવુ છે કે આ ફિલ્મ ભારતીય ફિલ્મ નથી, તેમણે એમ પણ કહ્યુ કે ફિલ્મનું સિલેક્શન યોગ્ય રીતે નથી થયુ અને જૂરીને જ ડિઝોલ્વ કરી દેવી જોઇએ. મહત્વપૂર્ણ છે કે છેલ્લો શોના પસંદ થવાની જાહેરાત Film Federation of India (FFI)એ કરી હતી. જેનું ઇંગ્લિશ ટાઇટલ Last Film Show છે. ફિલ્મ ભારતમાં 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
Advertisement
Advertisement
સિદ્ધાર્થ રૉય કપૂરે ફિલ્મ ખરીદી
FWICEના અધ્યક્ષ બીએન તિવારીએ વાતચીતમાં કહ્યું, આ ભારતીય ફિલ્મ નથી સાથે જ સિલેક્શનની પ્રોસેસ પણ ખોટી હતી. RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી કેટલીક ફિલ્મ હતી પરંતુ જૂરીએ વિદેશી ફિલ્મ પસંદ કરી લીધી છે જેને સિદ્ધાર્થ રોય કપૂરે ખરીદી છે.
બીએન તિવારીએ કહ્યુ, અમે ઇચ્છીએ છીએ કે ફિલ્મની પસંદગી ફરી કરવામાં આવે અને આ સમયે જે જૂરી છે તેને ભંગ કરી દેવામાં આવે, તેમાંથી અડધા લોકો તો અહી કેટલાક વર્ષથી છે અને તેમાંથી મોટાભાગની ફિલ્મ જોતા નથી અને વોટિંગ કરી દીધી. જો Last Film Show ઓસ્કર્સ માટે મોકલવામાં આવી તો ભારત પર ખરાબ અસર પડશે. આ ઇન્ડસ્ટ્રીને મોટી માત્રામાં ફિલ્મ બનાવવા માટે ઓળખવામાં આવે છે, તેમણે કહ્યુ કે તે ઇન્ફર્મેશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને પણ આ મામલે લખશે.
અશોક પંડિતે પણ કરી હતી પોસ્ટ
મહત્વપૂર્ણ છે કે Chhello Show ના ચૂંટાયા બાદ ફિલ્મ મેકર અશોક પંડિતે પણ તેની કૉપની હોવાનો દાવો કર્યો હતો. અશોક પંડિતે છેલ્લો શો અને સિનેમા પેરેડાઇસોના પોસ્ટર શેર કરીને લખ્યુ હતુ, છેલ્લો શો, સિનેમા પેરેડીસોની કૉપી છે. કહેવામાં આવ્યુ હતુ કે FFIએ ફિલ્મ પસંદ કરવામાં ફરી ભૂલ કરી દીધી છે. બેસિક રૂલ ઓરિજિનેલિટી હોય છે જેને નજરઅંદાજ કરવામાં આવ્યુ, કૉપી હોવાને કારણે ફિલ્મ રિજેક્ટ થઇ જશે.
9 વર્ષના બાળકની છે વાર્તા
મહત્વપૂર્ણ છે કે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને બેસ્ટ ફૉરેન ફિલ્મ કેટેગરીમાં ભારતમાંથી સિલેક્શન થયુ છે. ભારતમાં ઓફિશિયલ એન્ટ્રીની રેસમાં એસએસ રાજામૌલીની RRR અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હતી. ફિલ્મ એક 9 વર્ષના બાળક, સમયની કહાની છે. તે થિયેટરના પ્રોજેક્શન બૂથમાં ઘુસી જાય છે. તે ટેકનીશિયનના ખાનાની ઘૂસ આપીને ફિલ્મ જુવે છે અને તેની જિંદગી બદલાઇ જાય છે.
Advertisement