Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ક્રિકેટ ના રમતો હોત તો મોઇન અલી સીરિયામાં ISISમાં હોત, તસલીમા નસરીનનું વિવાદિત નિવેદન

ક્રિકેટ ના રમતો હોત તો મોઇન અલી સીરિયામાં ISISમાં હોત, તસલીમા નસરીનનું વિવાદિત નિવેદન

0
25

નવી દિલ્હી: બાંગ્લાદેશના લેખિકા તસલીમા નસરીને ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર મોઇન અલીને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે. પોતાના લેખનને લઇને અવાર નવાર ચર્ચામાં રહેનાર તસલીમા નસરીને કહ્યુ કે મોઇન અલી જો ક્રિકેટર ના હોત તો તે સીરિયા જઇને આતંકી સંગઠન ISIS સાથે જોડાઇ જાત.

 

તસલીમા નસરીને ટ્વીટ કરી મોઇન અલી પર નિશાન સાધ્યુ છે, તેમણે લખ્યુ કે મોઇન અલી જો ક્રિકેટ ના રમી રહ્યો હોત તો તે સીરિયા જઇને ISIS સાથે જોડાઇ જાત. તસલીમા નસરીનનું આ નિવેદન ત્યારે સામે આવ્યુ છે જ્યારે તાજેતરમાં મોઇન અલીએ ચેન્નાઇ સુપરકિંગ્સની જર્સી પર લાગેલા બીયરના લોગોને હટાવવાની માંગ કરી હતી. જોકે, બાદમાં તેની પર CSKના સીઇઓ કાશી વિશ્વનાથનનું નિવેદન આવ્યુ કે મોઇન અલીએ લોગોને હટાવવા જેવી કોઇ વસ્તુની માંગ કરી નથી.

ટ્વીટ બાદ તસલીમા નસરીન ટ્વિટર પર યૂઝર્સના નિશાના પર આવી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે તસલીમા નસરીનને તેમના લેખનને કારણે મુસ્લિમ સમુદાયો તરફથી ધમકી પણ મળી ચુકી છે. તસલીમા નસરીને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે બાદ તેમણે સ્વીડનની નાગરિકતા લેવી પડી.

મોઇન અલીની વાત કરીએ તો તે આઇપીએલ સીઝન 14માં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળશે. આ પહેલા તે RCBનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. ચેન્નાઇએ 2021ની હરાજીમાં મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો છે.

આ પણ વાંચો: અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ, ખુદને આઇસોલેટ કરી

ધોનીની કરી ચુક્યો છે પ્રશંસા

ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે જોડાયા બાદ મોઇન અલીએ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંસા કરી હતી, તેમણે કહ્યુ કે મોટાભાગના ક્રિકેટર તેમની કેપ્ટન્સીમાં રમવા માંગે છે. કારણ કે ધોની તેમની રમતને સુધારવામાં મદદ કરે છે. ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડરે કહ્યુ કે મે ધોનીના નેતૃત્વમાં રમનારા કેટલાક ખેલાડીઓ સાતે વાત કરી છે અને તેમણે મને જણાવ્યુ છે કે તે કઇ રીતે તમારી રમતમાં સુધાર કરે છે. મારૂ માનવુ છે કે મહાન કેપ્ટન આવુ જ કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat