Gujarat Exclusive > દેશ-વિદેશ > મંત્રી પીયૂષ ગોયલ બોલ્યા- ઓક્સિજનની માંગ પર રાજ્યોએ નિયંત્રણ રાખવો જોઈએ

મંત્રી પીયૂષ ગોયલ બોલ્યા- ઓક્સિજનની માંગ પર રાજ્યોએ નિયંત્રણ રાખવો જોઈએ

0
31

કોરોનાના વધતા કેસો વચ્ચે અનેક રાજ્યો ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહ્યાં છે. તો બીજી તરફ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, મેડિકલ ઓક્સિજનની સપ્લાઈને લઈને રાજ્યોને પોતાની માંગ પર નિયંત્રણ રાખવો જોઈએ. સાથે જ તેમને કહ્યું કે, કોરોનાને કંટ્રોલ કરવાની જવાબદારી રાજ્યોની છે.

આમ હવે કેન્દ્રમાં બેસેલા લોકોએ પોતાનો બચાવ કરવા માટે નાટક ચાલું કરી દીધા છે. તેને લઈને પ્રથમ નિવેદન મંત્રી પીયૂષ ગોયલ તરફથી આપવામાં આવ્યું છે, ધીમે-ધીમે અનેક નિવેદનો સામે આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઉદ્યોગોને ઓક્સિજનની સપ્લાઈ બંધ કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, મેડિકલ ઓક્સિજનની સપ્લાઈને લઈને રાજ્યોને પોતાની માંગો પર નિયંત્રણ રાખવો જોઈએ. કેમ કે, ડિમાન્ડની સાથે-સાથે મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.

જોકે, અહીં તે નોંધવું જરૂરી છે કે, કોરોનાના દર્દીઓની સંખ્યા પ્રતિદિવસ વધી રહી હોય તેવા સંજોગોમાં હોસ્પિટલો ઓક્જિસનની ખપત ઉપર કેવી રીતે અંકુશ રાખી શકે તે મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન તે છે કે, શું દેશના વડાપ્રધાનની કોરોના મહામારીને રોકવા પાછળ કોઈ જવાબદારી જ નથી. બધી જવાબદારી રાજ્યો પર નાંખવી કેટલી યોગ્ય?

તેવા સમયે મંત્રી પદ પર બેસેલા લોકો મૂર્ખતાપૂર્ણ નિવેદન આપી રહ્યાં છે. તો બીજી તરફ લોકો પર ઉપકાર કરતાં હોય તેવા ટોનમાં ઓક્સિજનની આપૂર્તિ કરવાની માહિતી આપી રહ્યાં છે.

વિપક્ષી પાર્ટીઓએ કર્યો શાબ્દિક હુમલો

મંત્રી પીયુષ ગોયલના નિવેદન પર વિપક્ષી પાર્ટીઓએ હુમલો કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્ય સરકારોને ઓક્સિજન હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે જોઈએ છે, પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે નહીં. સીપીઆઈએમ તરફથી કહેવામાં આવ્યું છે કે, શું મંત્રી દર્દીઓના શ્વાસને સીમિત કરવાનું કહી રહ્યાં છે કે તેઓ મરી જાય? તો કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, જવાબદારીથી ભાગવું નૈતિક રૂપથી ઘૃણાસ્પદ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat