Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારની કરી ધરપકડ

0
11

ગત રોજ તમિલનાડુના કુન્નુરમાં ગતરોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થતા લોકોમાં ભારે શોકનો માહલો જોવા મળી રહ્યો છે. બિપિન રાવત સહિત 13 લોકોના આ અકસ્માતમાં નિધન થયા છે. ત્યારે ગુજરાતના રાજુલામાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં બિપિન રાવતના નિધનને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.

શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત ટીપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે.

આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલીથી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલીથી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat