Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કાલેડામાં કોન્ટ્રાક્ટરે ગૌચરની જમીનમાં ખોદકામ કરતાં 2 કરોડનાં વાહનો જપ્ત

કાલેડામાં કોન્ટ્રાક્ટરે ગૌચરની જમીનમાં ખોદકામ કરતાં 2 કરોડનાં વાહનો જપ્ત

0
1

પંચકવાડાથી કાલેડા રોડના કામ માટે માટી લીધાનું અનુમાન ચાર ડમ્પર અને એક હિટાચી મશીન કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ.

ચાર ડમ્પર અને એક હિટાચી મશીન કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ

સિદ્ધપુર તાલુકા ના કાલેડા ગામે ખાણ ખનીજ વિભાગ પાટણ ની ટીમે દરોડો પાડી ગેરકાયદે ગૌચરની જમીન પર ખોદકામ કરી માટીની ચોરી કરતા ચાર ડમ્પર અને એક હિટાચી મશીન મળી કુલ રૂ. બે કરોડના વાહનો જપ્ત કર્યા હતા.કાલેડા ગામે ગેરકાયદે ખોદકામ થતું હોવાની તંત્રને બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ ના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીએ તેમની ટીમ સાથે દરોડો કરી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતાં ચાર ડમ્પર અને એક હિટાચી મશીન મળી કુલ રૂ બે કરોડના વાહન જપ્ત કર્યા હતા.

બાદમાં ખોદકામ સ્થળ પર તંત્ર એ માપણી કરતા અંદાજે રૂ. 10 લાખની 4000 મેટ્રિક ટન માટીનું ખોદકામ થયેલું છે. નજીકમાં પચકવાડા થી કાલેડા રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરવામાં આવ્યું હોવાની ચોકાવનારી હકીકત તંત્રની પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે. જેને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat