Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એન.એ. કન્ટ્રકશનના માલિક સામે ગ્રાહક કોર્ટે વોંરટ રિ ઇસ્યુ કર્યા

એન.એ. કન્ટ્રકશનના માલિક સામે ગ્રાહક કોર્ટે વોંરટ રિ ઇસ્યુ કર્યા

0
165
  • એલીસબ્રીજ પોલીસ મથકના પી.આઇ.ને વોરંટ બજાવવા હુક્મ

  • સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપીંડીની ફરિયાદો

  • ગ્રાહક કોર્ટના હુક્મનું ઉલ્લંઘન કરવા બદલ થઇ ફરિયાદો

ગાંધીનગર: સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને સસ્તા દરે મકાન આપીને છેતરપિંડી કરવા બદલ થયેલી ફરિયાદોમાં ગ્રાહક કોર્ટે તમામ ગ્રાહકને 2.61 લાખની રકમ 12 ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુક્મ કર્યા હતા. આ હુક્મનું ઉલ્લંઘન કરવા બદલ થયેલી ફરિયાદોમાં અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જે.જે. પંડયાએ એનએ કન્ટ્રકશનના માલિક નિલેશ મુકુંદરાય શાહ સામે જામીનલાયક વોરંટ કાઢવાનો હુક્મ કર્યો છે. આ વોરંટ બજાવવા માટે એલીસબ્રીજ પોલીસ મથકના પી.આઇ.ને બજાવવા આદેશ કર્યો છે. અગાઉ પણ અનેક વખત ગ્રાહક કમિશને વોરંટ ઇસ્યુ કર્યા છે.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે કે, નિલેશ શાહ વિરુધ્ધ ગ્રાહક કમિશનના 12 જામીનલાયક વોરંટ એલીસબ્રીજ પોલીસ મથકના પી.આઇ.ને બજાવવા કડક તાકીદ કરી છે. એન.એ. કન્સ્ટ્રકશનની ટાઉન હોલ અને એમ.જે. લાયબ્રેરી પાસે શ્રીજી હાઉસ સ્થિત ઓફીસ છેલ્લાં કેટલાંક મહિનાઓથી બંધ કરી દીધી હોવાથી ગ્રાહકો અતિશય ટેન્શનમાં આવ્યા છે. અનેક મુદતોમાં ગ્રાહક કોર્ટના વોરંટ પોલીસ બજાવી શકતી નથી અને વોરંટ પાછા આવે છે. કરોડોનું કૈંભાડ કરનાર નિલેશ શાહનું સરનામું પોલીસ અને કોર્ટ પાસે નથી. જેથી પોલીસ પકડી શકતી નથી અને નિલેશ શાહ પોલીસની પક્કડ અને પહોંચ બહાર આરામથી ફરે છે.

આ પણ વાંચો: ગુજરાતના 3.37 કરોડ અંત્યોદય લોકોને CM રુપાણીની ઉત્તરાયણ પર્વની ભેટ

તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, કસુરવાર એન.એ. કન્સ્ટ્રકશનના બિલ્ડર સામે ગ્રાહક કોર્ટમાં સેંકડો ગ્રાહકોએ 2012ની સ્ક્રીમમાં નિવાસમાં ઘર સરકાર માન્ય એન.એ. એટલે ના નહીં હા મોટાપાયે માર્કેટીંગ કરી, મંત્રીઓની હાજરીમાં સરકાર સાથે 1200 કરોડના એમ.ઓ.યુ.નો પ્રચાર-પ્રસાર કરી, સ્ક્રીમ લોંચ કરી, હજારો ગ્રાહકોના ફલેટ બુક કરી એડવાન્સ અવેજ મેળવ્યા હતા.

સાબરમતી, વટવા વિસ્તારોમાં મકાનનું પઝેશન નહીં મળતાં ફરિયાદો દાખલ કરી હતી. 2015માં ગ્રાહક કોર્ટના સંખ્યાબંધ અનેક ચુકાદાઓ – હુકમનો પાંચ પાંચ વર્ષોના અસહ્ય વિલંબ બાદ પણ અમલ કરવામાં આવ્યો નથી. લોકડાઉન અને કોરોનાકાળમાં એકપણ ગ્રાહકને બિલ્ડરે રકમ ચુકવી નથી. કોરોનાકાળનો પુરેપુરો ગેરલાભ ઉપાડી, મુદતમાં હાજર થતા નથી અને પોલીસ પકડતી નથી. પોલીસ પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવી બિલ્ડરની ધરપકડ કરે તો ગ્રાહકોને હુક્મ મુજબ રકમ મળે અને ન્યાય મળે તેમ પણ મુકેશ પરીખે જણાવ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9