Gujarat Exclusive > દેશ-વિદેશ > 15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરી પીએમ મોદીનો રસ્તો રોકવાનું ષડયંત્ર, સુરક્ષા એજન્સી એલર્ટ

15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરી પીએમ મોદીનો રસ્તો રોકવાનું ષડયંત્ર, સુરક્ષા એજન્સી એલર્ટ

0
75

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના પ્રસંગે અલગાવવાદી તત્વોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્વજારોહણથી રોકવાનું ષડયંત્ર રચ્યુ છે. આ બાબતે સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઇ છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નૂએ ખેડૂતો અને તેમના સમર્થકોને અપીલ કરી છે કે ટ્રેક્ટરથી દિલ્હીના રસ્તા જામ કરી દો જેથી પીએમ ધ્વજ ના ફરકાવી શકે. જાસુસી સુત્રોએ દાવો કર્યો કે પન્નૂએ પંજાબ, કાશ્મીર, આસામ અને મહારાષ્ટ્રના ખેડૂતોને તિરંગો ના ફરકાવવા કહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ગણતંત્ર દિવસના પ્રસંગે ખેડૂતોનો એક હિંસક વર્ગ લાલ કિલ્લા પર ધર્મ વિશેષનો ધ્વજ લહેરાવી દીધો હતો. આ સાથે જ નવી દિલ્હીના વિસ્તારમાં હિંસાને અંજામ આપવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ 15 ઓગસ્ટની સુરક્ષા વ્યવસ્થા પર મીટિંગ કરી છે. અસ્થાનાએ એક મીટિંગમાં કહ્યુ હતું કે ગત 26 જાન્યુઆરી જેવી ઘટના ફરી ના થવી જોઇએ. 15 ઓગસ્ટ શાંતિપૂર્ણ થવુ જોઇએ. કાર્યક્રમમાં કોઇ પણ પ્રકારનું નુકસાન ના થાય. સ્વતંત્રતા દિવસનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થવો જોઇએ.

કમિશનર રાકેશ અસ્થાનાએ આપ્યા આદેશ

રાકેશ અસ્થાનાએ દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ સાથે વિશેષ સુરક્ષા સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં સ્પેશ્યલ સેલના 3 ડીસીપી, સ્પેશ્યલ સીપી સ્પેશ્યલ સેલ, તમામ જિલ્લા સંયુક્ત સીપી અને તમામ ડીસીપી હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાને UNની ઈમરજન્સી બેઠક કરવા ભારતને કરી અપીલ

મહત્વપૂર્ણ છે કે સુરક્ષા એજન્સીઓએ પણ દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા અને ચોમાસા સત્ર વચ્ચેના સમયને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ અનુસાર, ડ્રોન જેહાદ કરી દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવામાં આવી શકે છે. દિલ્હીને દહેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. 15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન સમર્થિત આતંકી અને અરાજક તત્વ દિલ્હીને દહેલાવી શકે છે.

સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને ચેતવણી આપી છે કે ઓગસ્ટમાં જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટી હતી. એવામાં આ દિવસે જ આતંકી દિલ્હીમાં મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat