Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ, સાથી પક્ષ NCPના MLA ભાજપને આપશે સાથ

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ, સાથી પક્ષ NCPના MLA ભાજપને આપશે સાથ

0
683

કોંગ્રેસ માટે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. કોંગ્રેને તેના ધારાસભ્ય સાથે તેના સાથી પક્ષો પણ છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીના મોરબીના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. એનસીપી પક્ષ તરફથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ સ્પષ્ટ કર્યુ છે કે, તે ભાજપને પોતાનો મત આપશે. જે પછી કોંગ્રેસની છેલ્લી આશા પણ લગભગ હવે તૂટી ગઈ છે. હવે કોંગ્રેસના બંને ઉમેદવારમાંથી કોઈ એક જ રાજ્યસભામાં જશે.

રાજ્યસભાની ચૂંટણી વચ્ચે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સ્પષ્ટ કર્યો છે કે, હું ભાજપની સાથે છું, ભાજપ સરકારના રાજમાં મારા મત વિસ્તારના લોકોના કામ થાય છે. અગાઉ પણ મેં BJPને મત આપ્યો છે, તેવી રીતે આ વખતે પણ હું મારા વિસ્તાર માટે ભાજપને જ મત આપીશ. અગાઉ પણ ગાંધીનગરમાં કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફ્રન્સ કરી ભાજપને મત આપવાનું જણાવ્યુ હતુ.

જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના મોરબી વિસ્તારના બ્રિજેશ મેરજાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. તેના પહેલા કરજણ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાનાં ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપ્યાં હતા. અગાઉ લૉકડાઉન પહેલા પણ 4 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, મોરબીના ધારાસભ્યએ આપ્યુ રાજીનામું